Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જસદણ-વિછીયા તાલુકામાં એમપીએચડબલ્યુની જગ્યા ભરવા રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિની રજુઆત

વિછીંયા તા. ૧૩ રાજય પૂર્વ સરપંચ સંકલન સમિતિએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆતમાં  મેલરીયા મુકત ગુજરાત અભિયાનમાં રાજકોટ જિલ્લાના જસદણ વિછીંયા તાલુકામાં એમ.પી.એચ.ડલબ્યુની જગ્યાઓ ભરવાની બાકી રાખેલ હોય જગાયા ભરવા માગણી કરી છે.

રજુઆતમાં જણાવેલ છે કે ગુજરાત સરકાર દ્વારા મેલરીયા મુકત ગુજરાત અભિયાનમાં ગુજરાતમાંથી મેલેરીયા નાબુદ કરવા માટે ગુજરાત રાજયમા આરોગ્ય લક્ષી સેવાઓ હાંસલ કરવા માટે રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા એમ.પી.એચ.ડબલ્યુની ખાલી જગ્યા ભરવા માટે જાહેર આરોગ્ય સમીતિની મીટીંગમાં મંજુરી આપતા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા લેટરથી એમ.પી.એચ.ડબલ્યુ.ની ખાલી જગ્યા ભરવા માટે ૫૦ દિવસ પહેલા એજન્સીને હુકમ કરેલ છે રાજકોટ જિલ્લામાં એજન્સી દ્વારા અન્ય તાલુકામા ઓર્ડરો કરવામા આવેલ છે. પરંતુ જસદણ/વિંછીયા તાલુકાના ઓર્ડરો બાકી રાખવામા આવેલ છે.(૧૧.૩)

 

(11:56 am IST)