Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ઉનાના સોખડા ના યુવાનનું ચક્કર આવ્યા બાદ મોત

ઉના, તા. ૧૩ : સોખડા ગામના યુવાનનું બેંકમાં ચક્કર આવતા પડી જવાથી મૃત્યુ થયું હતું.ઉના તાલુકાના સોખડા ગામના સામતભાઇ દેવાયતભાઇ બાંભણીયા (ઉ.વ.૪૭) ઉનાની ભારતીય સ્ટેટ બેંકની શાખામાં કામ માટે આવેલ હતાં ત્યારે અચાનક ચક્કર આવતા બેન્કમાં જ બેભાન થઇ પડી જતા તુરંત ઉનાની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડતા ફરજ ઉપરના ડોકટરે તેમને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરતા પોલીસે એ.ડી. નોંધી તપાસ શરૂ કરી છે. (૮.૪)

(11:54 am IST)