Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

મોટીમારડમાં એકબેકીનો જુગાર રમતા બે પકડાયા

રાજકોટ તા.૧૩: પાટણવાવ પોલીસે મોટી મારડમાં રેઇડ કરી એકીબેકીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.

પાટણવાવ પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ. વાય.બી. રાણા, પો. હેડ કોન્સ. મેહુલભાઇ સુવા, પો.હેડ કોન્સ. અરૂણભાઇ તથા પો.કોન્સ. પારસભાઇ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડકોન્સ. મેહુલભાઇ સુવાને મળેલ હકીકતના આધારે પાટણવાવ પો.સ્ટે. વિસ્તારના મોટી મારડ ગામના બસ સ્ટેન્ડ પાસે નોટ નંબરી (એકીબેકી)નો જુગાર રમતા (૧) જીતેન્દ્ર વાલજીભાઇ રહે. મોટી મારડ તથા (ર) ભાવેશ રામભાઇ ભારાઇ રહે. મોટી મારડને રોકડ રૂા. ૧૪,૨૮૦ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.(૧.૧૧)

(11:45 am IST)