Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ખંભાળીયામાં ભારત ગેસના ગોડાઉન ઉપર દરોડોઃ અનઅધિકૃત ગેસના ૩૪ બાટલા મળતા તપાસ

જામનગરઃ દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયામાં પુરવઠા વિભાગ દ્વારા કે.કે. એન્ટરપ્રાઇઝ નામના  ભારત ગેસના ગોડાઉન પર નાયબ કલેકટરે પુરવઠા વિભાગ સાથે દરોડા પાડયા હતા. અનઅધિકૃત ગેસના બાટલાના જથ્થો જણાતાં તપાસ આદરી છે.  આ દરમિયાન ૩૪ જેટલા બાટલા અનઅધિકૃત રીતે મળી આવ્યા હતાં અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ મોટો જથ્થો ઝડપાઇ તેવી શકયતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, કૌશલ સવજાણી,  તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર-ખંભાળીયા)

(4:39 pm IST)
  • કોલકતામાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પત્રકારો સાથે ઉદ્ધતાઇ : વીડીયો કેમેરો તોડી નાખ્યો : શમી અંગે પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઇ ગઇ access_time 3:40 pm IST

  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST

  • દુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST