Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જુનાગઢ જિલ્લામાં બોર્ડના પરીક્ષાર્થીઓનું ફૂલ અને મીઠુ મોં કરાવીને સ્વાગત

જૂનાગઢ તા. ૧૩ : જૂનાગઢ જિલ્લામાં ઉત્સાહભર્યા વાતાવરણમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિધાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢ  પ્રેમાનંદ વિધાલય ખાતે કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ પરીક્ષા આપવા જતા વિધાર્થીઓને કુમકુમ તિલક કરી, સાકરથી મોં મીઠુ કરાવી, હાથમાં ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કલેકટર શ્રી ગુપ્તાએ જણાવ્યુ કે આજથી સમગ્ર જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ જિલ્લામાં ધો-૧૦ની પરીક્ષા માટે ૧૧૦ બિલ્ડીંગોનાં ૧૦૯૦ બ્લોકમાં ૨૪ પરીક્ષા કેન્દ્ર પરથી ૩૨૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫ પરીક્ષા કેન્દ્રોનાં ૫૭ બિલ્ડીંગોનાં ૫૬૧ બ્લોકમાં ૧૬૮૩૦ પરીક્ષાર્થી પરીક્ષા આપનાર છે. ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં  જૂનાગઢ સેન્ટરમાં ૧૪ બિલ્ડીંગ, વંથલી સેન્ટરમાં બે બિલ્ડીંગ, માંડાવડ તા. વિસાવદર ખાતે બે બિલ્ડીંગ, અને વિસણવેલ ખાતે બે બિલ્ડીંગનાં મળીને ૨૫૧ બ્લોકમાં ૫૦૨૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે આમ ધો-૧૦ અને ધો-૧૨ બન્ને પ્રવાહના મળીને ૪૩ પરીક્ષા કેન્દ્રોના ૧૮૭ બિલ્ડીંગોના ૧૯૦૨ બ્લોકમાં ૫૪૫૫૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આ પ્રસંગે બોર્ડના સદસ્ય પ્રિયવદન કોરાટ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલાએ જણાવ્યું કે ધોરણ-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષા સમગ્ર જિલ્લામાં બે ઝોનમાં લેવાઇ રહી છે. વિધાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી સારું પરિણામ મેળવે તે માટે બોર્ડ ધ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને વિધાર્થીઓ સુંદર વાતાવરણમાં પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ-૧૦ના દર્પણ વઘાસિયાએ જણાવ્યું કે અમે આખુ વર્ષ સારૂ ભણ્યા છીએ અને ખુબ સરસ તૈયારીઓ સાથે બોર્ડની પરીક્ષા આપવા આવ્યા છીએ એટલે પેપર સારા જશે જ તેવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.

માધ્યમિક બોર્ડની પરીક્ષા સંદર્ભે કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત

જુનાગઢ જિલ્લામાં તા. ૧૨ થી ૨૮ માર્ચ દરમ્યાન યોજાનાર માધ્યમિક અને ઉચ્ચત્ત્।ર માધ્યમિક કક્ષાની પરીક્ષાઓ યોજાઇ રહી છે, જિલ્લામાં ધો-૧૦ની પરીક્ષા ૨૪ પરીક્ષા કેન્દ્ર પરથી ૩૨૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫ પરીક્ષા કેન્દ્રો પરથી ૧૬૮૩૦ પરીક્ષાર્થી પરીક્ષા આપે છે. ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૫૧ બ્લોકમાં ૫૦૨૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે છે. આમ ધો-૧૦ અને ધો-૧૨ બન્ને પ્રવાહના મળીને ૪૩ પરીક્ષા કેન્દ્રોના ૧૮૭ બિલ્ડીંગોના ૧૯૦૨ બ્લોકમાં ૫૪૫૫૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જૂનાગઢ ભેસાણ વિસાવદર અને મેંદરડા તાલુકા માટે કન્યા વિદ્યામંદિર જોષીપરાના શ્રી પી.એમ.ભુત મોબાઇલ નંબર ૯૮૨૫૬૬૮૦૯૧ અને વંથલી માણાવદર, કેશોદ, માળીયા હાટીના અને માંગરોળ તાલુકા માટે શ્રીમતી એન.બી.કાંબલીયા કન્યા શાળાનાં શ્રી એલ.વી.જોષી મો નં ૯૪૨૬૨૨૫૮૮૨  કાઉન્સેલીંગ સેન્ટર દ્વારા માર્ગદર્શક તરીકે સેવા આપી રહ્યા છે જો કોઇ વિદ્યાર્થીને પરીક્ષા વિષયક મુંજવણ જણાય તો કાઉન્સેલીંગ સેન્ટરનાં નિયુકત અધિકારીનો સંપર્ક સાધવા જણાવાયુ છે.                     

સીંગલવીન્ડો કલીયરન્સ એકટ-૨૦૧૭ની કમિટિ મળશે

ગુજરાત સીંગલ વીન્ડો કલીયરન્સ એકટ ૨૦૧૭ ડિસ્ટ્રકટ લેવલ ફેસેલીટેશન કમીટી DLFC અંતર્ગત ૧૫ માર્ચ ૨૦૧૮ના રોજ કલેકટર શ્રી ડો. રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાશે. જેમા ગુજરાત સીંગલ વીન્ડો કલયરન્સ એકટ ૨૦૧૭ ડિસ્ટરીકટ લેવલ ફેસિલીટેશન કમીટી અન્વયે જે વિભાગને લગત ઓનલાઇન અરજી મોનીટરીંગ સીસ્ટમ ઈન્વેસ્ટમેન્ટ ફેસેલીટેશન પોર્ટલ માટે ઓનલાઇન પોર્ટલના ડેશબોર્ડની અરજીઓનાં લેટેસ્ટ સ્ટેટર સાથે પડતર અરજીઓનો નીકાલ કરી વિગતો સાથે તા. ૧૫ના ૧૨-૩૦ કલાકે સમિતીના સભ્યોએ ઉપસ્થિત રહેવા જનરલ મેનેજરશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

(12:58 pm IST)
  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • વિદેશની કાનૂની કંપનીઓ ભારતમાં પોતાની ઓફિસો ઉભી કરી નહિ શકેઃ સુપ્રીમ કોર્ટે 'ફોરેન લો ફર્મ્સ'ના કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો access_time 3:57 pm IST

  • ગુજરાતના પૂર્વ પોલીસ ઓફિસર ડી.જી. વણઝારાએ ઈસરત જહાં એન્કાઉન્ટર કેસમાં ડીસ્ચાર્જની માંગણી કરીઃ આરોપો ઉભા કરાયેલા છેઃ મોદીની પણ સીબીઆઈ એ પૂછપરછ કરી હતી : ઈસરત જહાં કેસમાં ડીસ્ચાર્જ માગતા વણઝારાઃ પીએમનો ઉલ્લેખ access_time 11:21 am IST