Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ચોરવાડનાં આછીદ્રા ગામની ચકચારી ઘટના

૩ દિકરા અને ૩ પુત્રવધુ સહિત ૭ને ઝેર ખવડાવનાર નારણ સોલંકીની શોધખોળ

જૂનાગઢ, તા.૧૩: ચોરવાડનાં આછીદ્રા ગામે ૩ દિકરા અને ૩ પુત્રવધુ સહિત ૭ને રોટલામાં ઝેર ખવડાવનાર આહિર નારણ સોલંકીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ચોરવાડ નજીકનાં આછીદ્રા ગામે રહેતા આહિર નારણ સોલંકીનાં પિતા હમીરભાઈ એ ૪૦ વિઘા જમીન નારણભાઈ વેંચી શકે નહી તે માટે ત્રણ પૌત્રોનાં નામે કરેલ છે.

આથી નારણ સોલંકીએ ગત તા.૧૦ રોજ બાજરાનાં રોટલામાં ઝેર ભેળવી દીધું હતું.

આ ૨ ઝેરી રોટલા ખાતા પુત્રો લખમણભાઈ, ભીમશીભાઈ તથા મહેન્દ્ર અને ત્રણેયની પત્ની અનુક્રમે ભાવનાબેન, મણીબેન તથા વાલીબેન ઉપરાંત કાના રામભાઈ સોલંકીની તબિયત લથડતા તમામને વિશેષ સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે ભાવનાબેન લખમણે તેનાં સસરા નારણ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ચકચારી ઘટનાની તપાસ ચલવાતા ચોરવાડનાં પીએસઆઈ એચ.એસ. ભાટીયાએ જણાવેલ નારણ સોલંકીને પકડવા માટે બે દિવસથી કવાયત કરવામાં આવી છે. ધરપકડ માટે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

(12:57 pm IST)
  • સીરિયામાં સતત હવાઈ હુમલા અંગ અમેરીકાએ બોલાવી તાકિદની બેઠક : અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે, સતત હવાઈ હુમલાના અહેવાલો સાચા સાબીત થશે તો સીરિયા દ્વારા યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે બધા પક્ષોને આગ્રહ કર્યો છે કે તે કોઈ એવી કાર્યવાહિ ન કરે, જેનાથી યુદ્ધ વિરામની સ્થિતી જોખમાય, આ સ્થિતીની સમીક્ષા કરવા અને યુદ્ધ વિરામની સ્થિતી જળવાઈ રહે તે માટે અમે (અમેરીકાએ) જોર્ડનમાં એક તાકિદની બેઠક બોલાવી છે access_time 12:53 pm IST

  • મે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે! સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST

  • સપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકોઃ રાજયસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા : ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપીઃ જયા બચ્ચનને રાજયસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર access_time 12:55 pm IST