Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કંડલા પોર્ટ ટ્રસ્ટને ૯ર કરોડની રકમ જમા કરવાના હુકમ સામેની અપીલ રદ

સુપ્રિમ કોર્ટના ત્રણ નિવૃત જ્જોની પેનલ દ્વારા કરાયેલ હુકમને કાનૂની કશમકશ બાદ બહાલ રાખવામાં આવ્યો : રાજકોટ કોમર્શિયલ કોર્ટે આપેલ શકવર્તી ચૂકાદો : એડવોકેટ તુષાર ગોકાણીની સફળ રજૂઆત

રાજકોટ, તા. ૧૩ :  સુપ્રિમ કોર્ટના ત્રણ નિવૃત્ત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ કંડલા પોર્ટ ટ્રસ્ટ (દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ) અને ચેન્નાઇ સ્થિત જે. આર. ઇ. ઇન્ફ્રા પ્રા. લી. વચ્ચે ચાલતા આબીટ્રેશન પ્રોસીડીગ્સમાં કે.પી.ટી.ને. રૂ. ૯ર,૮ર,૩ર,૭ર૪/- બેંકનાં એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાના આદેશ સામે કંડલા પોર્ટ ટ્રસ્ટે રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં કરેલ અપી લાંબા કાનૂની જંગ બાદ રદ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, કંડલા પોર્ટ ટ્રસ્ટ (કે.પી.સી.) દ્વારા મલ્ટીપર્પઝ કાર્ગોને બીલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફરથી ચલાવવા માટે આપવાનું હોવાથી ટેન્ડર બહાર પડાતા ચેન્નાઇ સ્થિત જે. આર.ઇ. ઇન્ફ્રા. પ્રા. લીને ટેન્ડર મળતા કે.પી.ટી. તથા જે.આર. ઇ.પ્રા. લી. વચ્ચે કાર્ગો બર્થ નં. ૧પ્ ના ડેવલોપમેન્ટ માટે તા. ૧૮/૦ર/ર૦૧૧માં બીલ્ડ-ઓપરેટ -ટ્રાન્સફર માટેનો કન્સેશન એગ્રીમેન્ટ ગાંધીગ્રામ ખાતે થયેલ હતો અને તે કન્સેશન એગ્રીમેન્ટ મુજબ બન્ને પક્ષકારોએ તેમા જણાવ્યા મુજબ ની શરતોને આધીન કાર્યો કરવાના હતા.

કે.પી.ટી. દ્વારા મુખ્યત્વે એવી રજુઆતો હતી કે જે.આર. ઇ. ઇન્ફ્રા પ્રા. લી. દ્વારા કરાર પાલનમાં અસંખ્ય ચુકો કરવામાં આવેલ હોવાથી એગ્રીમેન્ટ ટર્મીનટ યાને રદ કરવો જોઇએ જયારે સામે જે.આર. ઇ. ઇન્ફ્રા પ્રા. લી. દ્વારા એવી તકરાર લેવામાં આવેલ કે ટર્મીનેટ યાને રદ કરવાની કાર્યવાહી કરતા પહેલા જે.આર. ઇ. ઇન્ફ્રા પ્રા. લી.એ. લીધેલ લોનની રકમની ૯૦ ટકા રકમ એટલે કે રૂ. ૯ર,૮ર, ૩ર, ૭ર૪/- કન્સેશન એગ્રીમેન્ટમાં નક્કી થયા મુજબ કે.પી.ટી. દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસ્ક્રો ખાતામાં જમા કરાવ્યા બાદ જ મીલ્કત કે અન્ય તકરારો સંદર્ભે નિર્ણય કરી શકાય. કે.પી.ટી. દ્વારા જે.આર. ઇ. ઇન્ફ્રા પ્રા. લી.ની કસુરને કારણે તેઓને ર૪,૬૬,૦ર,૧૪,પ૦૦/- (આશરે બે હજાર ચારસો છાંસઠ કરોડ) ચુકવવા જવાબદાર થતા હોવાનું જયારે સામા પક્ષે જે.આર. ઇ. ઇન્ફ્રા પ્રા. લી. દ્વારા ખરેખર કે.પી.ટી. દ્વારા તેમને ૧૭,૬૯,૬૩,૪૯, ૭૩૯/- (આશરે સતરસો ઓગણસીતેર કરોડ) આપવાના થાય છે તેવી સામ સામે માંગણીઓ ત્રણ નિવૃત્ત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ બન્ને પક્ષકારો દ્વારા કરવામાં આવેલ હતી.

જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.ને કે.પી.ટી. આવી અપીલ કરશે તેવો અંદાજ હોય તેઓએ પહેલેથી જ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત કોર્ટમાં કેવીએટ દાખલ કરી દીધેલ હતી અને તેઓને સાંભળ્યા વિના અદાલત કોઇ નિર્ણય ન કરે તેવી માંગણી કરેલ હતી, જેથી અપીલ દાખલ કરાતા જે.આર.ઇ. ઇન્ફ્રા. પ્રા.લી. વતી સીનીયર એડવોકેટ શ્રી એસ.એન. સોપારકર તથા એડવોકેટ તુષાર ગોકાણી હાજર થયેલ હતા અને મુખ્યત્વે એવી રજૂઆત કરેલ કે, એગ્રીમેન્ટની શરત મુજબ કંડલા પોર્ટ ટ્રસ્ટ સદર રકમ એસ.બી.આઇ.ના ખાતામાં જમા કરાવે તો જ જે.આર.ઇ. ઇન્ફ્રાના કબજામાં રહેલ ીમલ્કતો કંડલા પોર્ટ ટ્રસ્ટ પરત માંગી શકે તેવી સ્પષ્ટ જોગવાઇ કરારમાં હોવા છતાં કંડલા પોર્ટ ટ્રસ્ટને મિલ્કતોનો કબ્જો મેળવવો છે, પરંતુ પૈસા જમા કરાવવા નથી જે હકીકત પએગ્રીમેન્ટથી વિરૂદ્ધની છે કોઇ પક્ષકાર એગ્રીમેન્ટની એક શરતનું પાલન કરે અને બીજી શરતો અવગણે તે વ્યાજબી નથી. જો કંડલા પોર્ટ ટ્રસ્ટને મિલ્કતનો બોજો રહિત કબ્જો મેળવવો હોય તો તે માટે કરારની શરત મુજબ લોનની ૯૦% રકમ ભરવી જ પડે જે તમામ હકીકતો અને ચુકાદાઓ ટાંકી અપીલ રદ કરવા લંબાણપૂર્વકની રજૂઆતો કરવામાં આવેલ હતી.

બન્ને પક્ષકારો દ્વારા કરવામાં આવેલ લંબાણપૂર્વકની દલીલો બાદ જે.આર.ઇ. ઇન્ફ્રા વતી થયેલ દલીલો માન્ય રાખી અપીલ રદ કરતા પોતાના ૭-પાના વિસ્તૃત ચુકાદામાં અદાલતે નોંધેલ કે, કરારની શરતો મુજબ કોઇપણ પક્ષકારની કસુરને કારણે કરાર રદ થાય તો લોનની ૯૦% રકમ કંડલા પોર્ટ ટ્રસ્ટ તથા ૧૦% રકમ જે.આર.ઇ. ઇન્ફ્રા એ બેંકના ખાતામાં ભરવાની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ છે તે હકીકત કેન્દ્રમાં રાખવામાં આવતા આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ તારણો ભુલ ભરેલા જણાતા નથી જેથી અપીલ રદ કરવામાં આવે છે.

આ કામમાં જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી. વતી સીનીયર ધારાશાસ્ત્રી એસ.એન. સોપારકર, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ છે.

(11:43 am IST)