Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

શૌચાલય કૌભાંડમાં તપાસ વેગવંતી.. જસદણ પાલીકાના કર્મચારીને તેડુ, નિયામક સમક્ષ મોઢુ ખોલ્યે કડાકા-ભડાકા?

પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરાતા વિવિધ વેરાની રકમ 'ચાંઉ' કરી જનારાઓ સામે કડક પગલા ભરોઃ લોકમાંગ પ્રબળ :૩ જી એપ્રિલે હાજર થયે કલ્પેશ બારૈયા વિવિધ બાબતે ઉંચકાવશે પર

 જસદણ, તા., ૧૩: અહીંયા નગર પાલીકાના શૌચાલય કૌભાંડમાં પાલીકાના જ કર્મચારી કલ્પેશ બારૈયાને તા.૩ એપ્રિલે હાજર થવા નગર પાલીકાના નિયામકનું તેડુ આવતા લાખો રૂપીયાના કૌભાંડ અંગે આગામી દિવસોમાં  કડાકા ભડાકાના નિર્દેશો અત્યારથી જ દેખાઇ રહયા છે.

આ અંગે જાગૃત નાગરીકોમાં થતી ચર્ચાનુસાર પાલીકામાં ભાજપના શાસનમાં જે તે વખતે શૌચાલય બનાવવાની કામગીરીમાં જુદા જુદા પ્રકારે લાખો રૂપીયા ઉસેડી ગયાની રાવ રાજકોટ જિલ્લા કલેકટરમાં થઇ હતી. જે સંદર્ભે તપાસ થતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યોજનાને શર્મસાર કરી લાખો રૂપીયા કટકટાવી લેવાયા હતા. તે તપાસ દરમિયાન ખુલતા ૧૩ એજન્સી સામે પોલીસ કેસ સાથે ચાર કર્મચારીઓ સસ્પેન્ડ અને ચીફ ઓફીસરની બદલી થઇ હતી.

આ પ્રકરણે અસંખ્ય ક્ષતીઓમાં લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર તપાસમાં બહાર આવ્યો હતો. ત્યારે કર્મચારીને તેડુ આવતા પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરાતા વિવિધ વેરાઓની રકમ ખાનરાઓને કડક સજા થાય તેવી પણ વ્યાપક માંગ ઉઠવા પામી છે.

(11:42 am IST)
  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST

  • સપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકોઃ રાજયસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા : ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપીઃ જયા બચ્ચનને રાજયસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર access_time 12:55 pm IST

  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST