Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ગઢડાનાં પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ કુકડીયા ર૦ હજારની લાંચ લેતા ઝડપાયો

ભાવનગર તા. ૧૩ :.. બોટાદ જીલ્લાનાં ગઢડાનો પોલીસ કોન્સ્ટેબલ રૂ. ર૦ હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર જાગી છે.પ્રાપ્ત માહિતિ મુજબ રાણપુર તાલુકાનાં એક કેસમાં મહિલાની ધરપકડ ન કરવા માટે ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશ કુકડીયાએ રૂ. ર૦ હજારની લાંચ માંગી હતી.જે અંગે રાજકોટ એસીબી ટીમને જાણ કરવામાં આવતા એસીબી ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો. ગઢડાના પીએસઆઇની પણ આ પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ચર્ચાય છે.રાજકોટ એસીબી ટીમે તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)
  • સપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકોઃ રાજયસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા : ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપીઃ જયા બચ્ચનને રાજયસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર access_time 12:55 pm IST

  • દુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST

  • સીરિયામાં સતત હવાઈ હુમલા અંગ અમેરીકાએ બોલાવી તાકિદની બેઠક : અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે, સતત હવાઈ હુમલાના અહેવાલો સાચા સાબીત થશે તો સીરિયા દ્વારા યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે બધા પક્ષોને આગ્રહ કર્યો છે કે તે કોઈ એવી કાર્યવાહિ ન કરે, જેનાથી યુદ્ધ વિરામની સ્થિતી જોખમાય, આ સ્થિતીની સમીક્ષા કરવા અને યુદ્ધ વિરામની સ્થિતી જળવાઈ રહે તે માટે અમે (અમેરીકાએ) જોર્ડનમાં એક તાકિદની બેઠક બોલાવી છે access_time 12:53 pm IST