Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વેજલપર ગામે ખેતરોમાં લહેરાતો ઘઉંનો પાક

માળીયા મીંયાણા : તાલુકાના વેજલપર ગામની સીમમાં સોનેરી કલરમાં લહેરાતા ઘઉંના પાકને આખરી ઓપ આપી દેવાયો છે, જે કટર દ્વારા કઢાયા બાદ ટૂંક સમયમાં માર્કેટીંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થશે. ટૂકડા અને લોકવન જાતના ઘઉં તૈયાર થઇ ચુકયા છે, કૃષિ પ્રધાન દેશમાં સૌના મહોર ગણાતા ઘઉંના પાકને આખરી ઓપ અપાઇ ચુકયો છે જેમાં ટૂકડા ઘઉંની માંગ વધુ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : રજાક બુખારી, માળીયા -મીંયાણા)

(11:34 am IST)
  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • કોલકતામાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પત્રકારો સાથે ઉદ્ધતાઇ : વીડીયો કેમેરો તોડી નાખ્યો : શમી અંગે પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઇ ગઇ access_time 3:40 pm IST

  • વિદેશની કાનૂની કંપનીઓ ભારતમાં પોતાની ઓફિસો ઉભી કરી નહિ શકેઃ સુપ્રીમ કોર્ટે 'ફોરેન લો ફર્મ્સ'ના કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો access_time 3:57 pm IST