Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ભાવનગરની જહાન્વી મહેતાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

મલેશિયામાં ઇન્ટર નેશનલ યોગ કોમ્પિટિશનમાં પણ બે ગોલ્ડ મેળવી ભારતને સિદ્ઘિ

 ભાવનગર, તા.૧૩ : ભાવનગરની જહાન્વી મહેતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ઘી હાંસલ કરીને ભાવનગરની સાથે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. જહાન્વી મહેતાએ વજ્ર વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. આ ઉપરાંત મલેશિયા ખાતે યોજાયેલ ઈન્ટર નેશનલ યોગ કોમ્પીટીશનમાં પણ ૨ ગોલ્ડ મેડલ મેળવીને ભારતને સિદ્ઘી અપાવી હતી. છેલ્લા ૧૧ વર્ષથી યોગ સાથે જોડાયેલી જાનવીએ એક બે નહીં. પરંતુ, ૪૫ જેટલા મેડલો પોતાના નામે કર્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના ૬ ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે.

જહાન્વીના પિતા સિલાઈકામનો વ્યવસાય કરે છે, તો માતા શિક્ષિકા છે. જેમણે પોતાની પુત્રીને જીવનમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપતા આજે જહાન્વી એક ઉચ્ચ શિખર પર છે. તેણે પોતાના પરિવારનું જ નહીં પરંતુ ભાવનગરની સાથે સાથે સમગ્ર દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. જાનવીને વજ્ર વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો ત્યારે શહેર મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે પણ જહાન્વીને તેના નવા વિક્રમ બદલ શુભેચ્છા પાઠવી હતી.

જહાન્વી મહેતાએ યોગ ક્ષેત્રે તેની ઉમંર કરતા બમણા રેકોર્ડ પોતાના નામે અંકે કર્યા છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ફલક પર પહોંચાડવાનું કામ કર્યું છે. તો જહાન્વી મહેતા જેવી યોગીનીઓએ ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય અને બહુ મૂલ્ય વારસાને જાળવી રાખવાનો ઉમદા પ્રયાસ યથાવત રાખ્યો છે. યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ ત્રણ-ત્રણ વખત રોશન કરતી યોગ ખેલાડી જાનવી મહેતાએ વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ઘિ હાસલ કરી છે.જહાન્વી મહેતાએ વિશ્વિક કક્ષાનો વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સ એવોર્ડ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડની સમકક્ષ ગણાતા વજ્ર વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ ભાવનગર આવી હતી અને ટીમની સમક્ષ જહાન્વીએ માટીનાં ઘડા પર યોગનાં વિવિધ આસનો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

(11:27 am IST)
  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST

  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST