Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

પોરબંદરમાં ફિશરીઝ હાર્બરના કામમાં રૂકાવટ

પ્રારંભમાં પાણીની ઉંડાઈ માપણી કાર્ય પૂર્ણ : ડિઝાઈન અને મોડેલનું કામ બાકી

પોરબંદર, તા. ૧૩ : ફિશરીઝ હાર્બર બનાવવા અને ફુઝા પાસે હાર્બર નંદી બનાવવા અને વિકાસના મુદ્દા સાથે વિદેશી હુંડીયામણ મત્સ્યોદ્યોગની આવકથી લાભકર્તા બનશે. રૂ.૩૭૨ કરોડનો ખર્ચો દર્શાવેલ છે.

શિયાળો, ઉનાળો અને ચોમાસા સહિતની ત્રણેય ઋતુ દરમિયાન થતા દરિયા અને અરબી સમુદ્રમાં મોજા દ્વારા થતા ફેરફાર માપવામાં આવ્યા છે. કરંટની માપણી પણ પૂર્ણ થઈ ગયેલ છે. હવે ડીઝાઈન અને મોડેલની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઓલ વેધર પોર્ટ પ્રકારનું હાર્બર તૈયાર થઈ રહ્યુ છે. એથી દરીયામાં લો - ટાઈમાં પણ ૩ મીટર ઉંડાઈ મળશે. દરીયામાં ભરતી ન હોય ત્યારે પણ ૩ મીટરની ઉંડાઈ મળી રહેશે જેથી ૨૪ કલાક બોટની અવર - જવર સરળતાથી થઈ શકશે.

અરબી સમુદ્રના પાણીના કરંટ આપ્યા બાદ કરંટના આધારે સરકારે જવાબદારી સોંપેલ કંપની ડિઝાઈન બનાવશે. આ ડીઝાઈન પીડબલ્યુએફ વિભાગમાં હૈદ્રાબાદ મોકલવામાં આવશે અને હૈદ્રાબાદ ખાતે ડીઝાઈનની કામગીરી પૂરી થયા બાદ આ ડિઝાઈન પુના ખાતે આપવામાં આવશે. જયાં મોડેલ બનાવવાની કામગીરી કરશે અહીં મોડેલ બનાવવાની કામગીરી પૂરી થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

આગામી જૂન - જુલાઈ માસથી કામનો પ્રારંભ થશે. નવુ ફિશરીઝ હાર્બર તૈયાર થયા બાદ બોટ અવર - જવરમાં સરળતા રહેશે. ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા વિકાસના નામે પોતે મત્સ્યોદ્યોગ - માછીમારો ભાઈઓ - પરીવારના હમદર્દી શહેરનો વિકાસ સાથે જીલ્લાનો વિકાસ કરાવી રહ્યા છે તે આવકારદાયક છે.

અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે પોરબંદરના સ્વર્ગસ્થ જેઠવા વંશના રાજવી મહારાણા શ્રી નટરવસિંહજી શાસન કાળ દરમિયાન એડમિનિસ્ટ્રેટર શાસનમાં પોરબંદરને ઓલવેધર પોર્ટ તરીકે નિર્ણય લેવાય ગયેલ હતા. હાલ કોસ્ટગાર્ડનું હેડકવાર્ટર - હવામહેલ યાને જુના રાજમહેલ પાસેના દરીયાઈ વિસ્તારમાં જેટ્ટી બનાવવી. તેમાં ચોપાટી અંદરના ભાગે આવી જતી હતી અને રેલ્વે લાઈન સહિતની સવલત દર્શાવવામાં આવેલ.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર જયારે મુંબઈ રાજય સાથે ભેળવવામાં આવ્યુ ત્યારે મુંબઈ રાજયની સરકારે સૌરાષ્ટ્રના વિકાસ કાર્યોને રોકેલ ન હતા તે વિકાસના કાર્યો આગળ વધે તે રીતે નાણાકીય ભંડોળ ફાળવવામાં આવતુ. તેમાં મહત્વ પોરબંદરના બારમાસી બંદરના વિકાસને પ્રાધાન્ય આપેલ. ખુદ મુંબઈ રાજયે પોરબંદર વિકાસમાં પામે બંદરનો વિકાસ કરવાનું કાર્ય કાર્યરત રાખેલ. કારણ કે પોરબંદરનું બારૂ - બંદર એવુ છે કે જયાં જોઈતી ઉંડાઈ અરબી સમુદ્રના કિનારાથી થોડા જ અંતરે ૩૫ થી ૪૦ ્રેમ પાણી મળી રહે.

બારમાસી બંદરનો પ્રારંભીક કામ હાથ ધરાયેલ તે સમયે તે પૂર્વે અને ચાલતા કાર્યે બારમાસી બંદરની ભારત સરકારના ફિલ્મી ડીવીઝન દ્વારા એક ડોકયુમેન્ટરી અને ભારતીય સમાચાર ચિત્ર (ઈન્ડિયન ન્યુઝરીલ)માં કામગીરી કંડારવામાં આવેલ અને આ ફિલ્મો ભારતીય સિનેગૃહોમાં મુખ્ય ચિત્ર શરૂ થાય તે પહેલા જ પ્રારંભમાં આઠ દિવસ સુધી સિનેગૃહોમાં ફરજીયાત બનાવવામાં આવેલ. હાલ તો સીનેપ્રેક્ષકોને એ પણ યાદ નહિં કે પ્રાદેશીક - સરકાર તેમજ ભારત સરકાર દ્વારા તૈયાર થતી ડોકયુમેન્ટરી - ખર્ચ કે ભારતીય સમાચાર ચિત્ર દર્શાવવામાં આવે છે. પ્રાદેશીક સરકારમાં ગુજરાત સરકાર ગુજરાત માહિતી ચિત્રના નામથી એકથી બે રીલની ફિલ્મ બનાવવામાં આવી. આ ખર્ચ સીને માલીકો પ્રેક્ષકો પાસેથી ટિકીટના દરમાં વસૂલવામાં આવતો અને સીને માલીકો તરફથી જેટલા શો કાર્યરત થયેલ તે તમામ શોનો દૈનિક વેપાર કલેકશન શો આંકડાકીય અહેવાલમાં દર્શાવવામાં આવે. જેમાં ટિકીટ દર - મનોરંજન દર - પાલીકા ટેકસ તેમજ સરકાર ફિલ્મ દર્શાવવાનો ખર્ચ વસૂલવામાં આવે તો સામેના સિનેગૃહ નાટકો, પ્રોગ્રામ, જાદુગર, સરકસ વિગેરે ઓપોઝીશન દર્શાવવામાં આવે જેવી કલેકશન આંકડાનો ખ્યાલ આવે હવામાન રીપોર્ટ દર્શાવવો ફરજીયાત દૈનિક રીપોર્ટમાં દર્શાવવો પડે છે.

હકીકત એ છે કે બંદર વિકાસ માટે વ્યવસ્થા માટે પોર્ટટ્રસ્ટની હાલનું મેરીટાઈમ બોર્ડ હસ્તક રાખવામાં આવેલ હતી. વહીવટી સુગળતા ખાતર તેમજ બેકારો તેના પરીવારના નિભાવ માટે મત્સ્યોદ્યોગ ખાતુ સરકારે કરાવ્યો. પરીણામે વહીવટી - સુગમતા - સરળતા સુવિધા આપી તેની અસર વાદ - વિવાદને સમાવે છે. વિકાસના કાર્યો હાથ ધરવાના બદલે વાદ વિવાદ વધ્યો. વ્યવસ્થિત રીતે બારમાસી બંદરનો વિકાસ કરવાના બદલે સંકુચિત બનાવી દીધેલ છે અને બનતો જાય છે તે પાછુ રાજકારણ જવાબદાર ગણી શકાય.

(11:27 am IST)
  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST

  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST