Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સુરેન્દ્રનગર પંથકમાં ર અકસ્માતમાં પના કરૂણ મૃત્યુ

કારનું ટાયર ફાટતા ભાઇ અને ર કઝીન સીસ્ટરના ત્થા રાજકોટના હીતેશ મારૂ અને એલઆઇસી મેનેજર મકવાણાનો ભોગ લેવાયો

સુરેન્દ્રનગર જીલ્લામાં સર્જાયેલા બે અકસ્માતમાં પ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો અને મૃતકો નજરે પડે છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ -વઢવાણ)

 

વઢવાણ તા. ૧૩ :.. સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના ર બનાવમાં પ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં રામપરા પાસે કારનું ટાયર ફાટતા ભાઇ અને ર પિતરાઇ બહેનોના તથા લીંબડી હાઇવે ઉપર રાજકોટના હિતેષ મારૂ અને લીંબડી એલઆઇસી મેનેજરના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રથમ અકસ્માતમાં વઢવાણ તાલુકાના ખોલડીયાદ અને રામપરા ગામ વચ્ચે એક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. ખોલડીયાદ અને રામપરા ગામની વચ્ચે આવેલા એક નાળાં નજીક જ કારનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કારમાં સવાર એક પુરૂષ અને બે મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં.

જયારે કારમાં સવાર અન્ય એક બાળકી તેમજ બે વ્યકિતઓને ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ જોરાવરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતાં.

હિતેન્દ્રસિંહ પરમાર તેમજ તેમની પિતરાઇ બહેનો કૈલાશબા અને હઇકાબાના મોત થયા છે, જયારે અન્ય એક બાળકી અને અન્ય બે પુરૂષોને ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજા બનાવમાં લીંબડી અમદાવાદ હાઇવે વચ્ચે કરશનગઢના પાટીયા પાસે બે કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં ત્રણ વ્યકિતઓને ગંભીર રીતે ઇજા પહોંચી હતી ત્યારે આ ત્રણમાંથી એક હિતેશભાઇ મારૂ જેઓ ઓમ એપાર્ટમેન્ટ રાજકોટ રહે છે અને ટેક્ષીનો બિઝનેસ ધરાવે છે જેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ હોત નિપજયું ત્યારે તેમના પુત્રને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં બીજી કાર સવાર જેઓનું નામ પ્રવિણભાઇ પરમાર છે અને જેઓ લીંબડી એલઆઇસી ઓફીસમાં મેનેજરની પોસ્ટ ઉપર કામ કરતા હતા જેઓે ગંભીર ઇજા થતાં તાત્કાલીક બગોદરા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવાયા હતા ત્યારે સારવાર દરમિયાન પ્રવિણભાઇ પરમારનું મોત નિપજયું હતું અને આ ઘટના સ્થળ ઉપરથી ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો હાલ પાણશીણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફીક સમસ્યા દૂર કરી અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

(10:59 am IST)
  • દુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST

  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST