Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

બગસરા લેઉઆ પટેલ સમાજ દ્વારા સમુહલગ્ન

 બગસરાઃ લેઉવા પટેલ સમાજ ગોકુળપરા દ્વારા ૩૪ મો સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. ટર્બો બેરિંગ રાજકોટના ચેરમેન પ્રતાપભાઇ પટેલ અને અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં ઉદ્દઘાટક અને અગ્રણી બિલ્ડર શંભુભાઇ રાદડીયા સવજીભાઇ વેકરીયા, ભાઇલાલભાઇ શેલડીયા, ઠાકરશીભાઇ હિરાણી, ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, રમેશભાઇ ધડુક, મહેશભાઇ સુવાણી, હસમુખભાઇ કિકાણી, સંજયભાઇ શિંગાળા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સૌ પ્રથમ પટેલ સમાજના અગ્રણી તેમજ સમુહલગ્નના પ્રણેતા સ્વ. અરજણભાઇ વેલજીભાઇ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા અને પ્રભુતામાં પગલા પાડી રહેલા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા પટેલ સમાજના અનેક સુવાગીયા તથા મંત્રી જગદીશભાઇ માંગરોળિયાએ સૌનો આભાર માન્યો હતો. (તસ્વીરઃ અહેવાલ-દર્શન ઠાકર-બગસરા)

(10:05 am IST)