Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

નવલખી બંદરે 8 મિલિયન કાર્ગોનું પરિવહન :છેલ્લા 35 વર્ષનો વિક્રમી આંકે પહોંચ્યું

મોરબી જીલ્લાનું એકમાત્ર નવલખી બંદરની સ્થાપના બાદ ઉતરોતર બંદરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે હાલ બંદરના કેપ્ટન એ.બી.સોલંકીની રાહબરી હેઠળ નવલખી બંદર ખાતે થોડા સમય પૂર્વે જ વિશાલ બાર્જ સૌપ્રથમ વખત આવ્યું હતું  છેલ્લા ૩૫ વર્ષમાં સૌથી વધુ કાર્ગો કેરિયરનો રેકોર્ડ આ વર્ષે નોંધાવવા જઈ રહ્યો છે. ૧ એપ્રિલ ૨૦૧૭ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧8 સુધીમાં જ ૭.૪૭ મીલીયન કાર્ગો નવલખી બંદર ખાતે હેન્ડલ કરવામાં આવ્યું છે આ આંકડો ચાલુ વર્ષના અંત સુધીમાં ૮ મીલીયન ટન ને વટાવી જશે તેવો આશાવાદ બંદરના અધિકારીએ વ્યક્ત કર્યો છે

   ચાલુ વર્ષ જે ૮ મીલીયન ટન કાર્ગો કેરિયર કરવામાં આવ્યું છે તે આ બંદરના ઈતિહાસના અગાઉના બધા રેકોર્ડ તોડી નાખશે ગુજરાત મેરીટાઈમ બોર્ડના ceo અને vc અજય ભાડું અને કેપ્ટન એ.બી.સોલંકીના માર્ગદર્શન હેઠળ નવલખી બંદરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે

(9:33 am IST)