Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જામનગરમાં ડુપ્લીકેટ પોલીસ બનીને લોકો પાસેથી રકમ પડાવતો સુરેશ હાલોડીયા ઝડપાયોઃ ૮ હજારની રોકડ જપ્ત

જામનગરઃ જામનગરમાં નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવનાર શખ્‍સની પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી ૮ હજારની રોકડ જપ્‍ત કરી છે.

જામનગર સીટી સી ડીવીઝન પોલીસ મથકની હદમાં એક ઇસમ નકલી પોલીસ બની ફરિયાદી પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી હોય જે અંગેની ફરિયાદ બાદ પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આરોપીને ઝડપી લેવા સઘન પેટ્રોલિંગ કરી તેમજ બાતમીદારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ખાનગી રાહે મળેલી બાતમીને આધારે આજે શંકાસ્પદ ઇસમ એકટીવા પર નીકળ્યો હોય જે આરોપી સુરેશ ઉર્ફે સુયો ગોરધનભાઈ ભાલોડીયા પટેલ (..૪૭) રહે. પ્રગતિપાક જામનગર વાળાને પકડી લઈને તેની પાસેથી એકટીવા અને ૮૦૦૦ રોકડ રકમ મળી આવતા કબજે કરવામાં આવી છે અને બે વ્યક્તિઓ પાસેથી નકલી પોલીસ બનીને શખ્શે લૂંટ ચલાવી હોય જે મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(9:46 am IST)
  • ટ્રક-બોલેરો અથડાતા ૪ મોતઃ ૭ ગંભીરઃ રાજસ્થાનથી જાલોદ આવતી ટ્રક સાથે વહેલી સવારે બોલેરો અથડાતા ૪ના મોતઃ ૭ને ઈજાઃ દાહોદ ખસેડયા access_time 11:28 am IST

  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST

  • કોલેજના કલાસમાં ઘુસી વિદ્યાર્થીએ લેકચરરને ૩ ગોળી ધરબી દીધી: હરીયાણાના સોનીપતમાં એક વિદ્યાર્થીએ પિપલીની સરકારી કોલેજમાં ઘુસીને સરાજાહેર લેકચરર ઉપર ૩ ગોળીઓ ધરબી દેતા લોહીલોહાણ હાલતમાં મૃત્યુ નિપજેલ છે : આ સ્ટુડન્ટ ભાગી ગયો છે, ભારે ભય ફેલાયો છે access_time 3:39 pm IST