Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જામનગરના રામપર ગ્રામ પંચાયતના ભ્રષ્‍ટાચાર મુદ્દે ગ્રામ પંચાયતના ચેરમેન સહિત ચાર ‌યુવાનો દ્વારા આત્મવિલોપનનની ચિમકી બાદ અટકાયત

જામનગરઃ જિલ્લાના રામપર ગ્રામ પંચાયતના ભ્રષ્‍ટાચાર મુદ્દે ગ્રામ પંચાયતના ચેરમેન સહિત ૪ યુવકોએ આત્મવિલોપનની ચિમકી આપતા તંત્ર દ્વારા તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

ગ્રામ પંચાયતના ચેરમેન સહિતના ચાર યુવાનોએ અગાઉ આપેલી ચીમકીને તંત્ર દ્વારા જીલ્લા પંચાયતની કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. તેમજ આત્મવિલોપન કરનાર યુવાન કચેરી પહોંચે તે પૂર્વે એક ટીમ ગ્રામ પંચાયત પહોંચી હતી અને યુવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગર જિલ્લાના રામપર ગામના સરપંચ નારણભાઇ આહિર સામે ભ્રષ્ટાચારની ફરિયાદો કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોચેલા પ્રકરણની તપાસ કરાયા બાદ સરપંચ સામેના આક્ષેપો આંશીકરૂપે પુરવાર થયા હતાં. જેને લઇને ડીડીઓ દ્વારા સરપંચને સ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન વર્તમાન સરપંચ દ્વારા વિકાસ કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને સરપંચને હોદા પર પુન: આરૂઢ કરવામાં આવ્યા હતાં. બાબતને લઇને ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશ મકવાણા, સદસ્ય રાહુલ રમેશ જરૂ, રાજેશ નકુમ અને રાજેશ મકવાણા સહિતના ગ્રામજનો દ્વારા પુન: લડાઇ શરૂ કરવામાં આવી હતી.

તાલુકા - જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર દ્વારા પણ સંદર્ભે કોઇ કાર્યવાહી નહીં કરાતા ચારેય યુવાનોએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ચીમકીની ગંભીરતાને લઇને પોલીસે રાહુલ જરૂ અને રાજેશ નકુમને રવિવારે અટકાયતમાં લીધા હતાં.

બીજી તરફ આજના નકકી કરાયેલા સમય મુજબ અન્ય બે યુવાનો જિલ્લા પંચાયત પરીસરમાં આત્મવિલોપન કરવા આજે પહોંચે તે પૂર્વે યુવાનોએ આપેલી ચીમકીને પગલે તંત્ર કોઈ ચાન્સ લેવા માંગતું ના હોય જેથી જીલ્લા પંચાયત કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તે ઉપરાંત ફાયર અને એમ્બ્યુલન્સની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી.

યુવાનો આત્મવિલોપન કરવા આવે તે પૂર્વે ગ્રામજનોની એક ટીમને ડીડીઓએ બોલાવી એક સપ્તાહની અંદર યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપતા આત્મવિલોપનનો મુદો હાલ પુરતો મોકુફ રખાયો છે. જોકે ન્યાય નહીં મળે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખવા સામાજિક ન્યાય સમિતિના ચેરમેને જણાવ્યું હતું.

(6:24 pm IST)
  • ટ્રમ્પને હાઈસકારોઃ રશીયા સાથેની સાંઠગાંઠ અંગે પુરાવા ન મળ્યાઃ અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયા સાથે સાંઠગાંઠના આક્ષેપો અંગે કોઈ જ પુરાવા ન હોવાનું અમેરિકી રીપબ્લિકન હાઉસ પેનલે જાહેર કરેલ છે access_time 11:29 am IST

  • મેકિસકોઃ હિંસાને કારણે ૨૪ કલાકમાં ૧૬ના મોત : મેકિસકોના ગુરેરોમાં છેલ્લા ૨૪ કલાકમાં હિંસાની જુદી-જુદી ઘટનાઓમાં કુલ ૧૬ના મોત થયા access_time 12:55 pm IST

  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST