Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

મોરબીમાં ઘરે ચક્કર આવતા પડી જતા બેભાન અવસ્થામાં મહિલાનું મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના રાજનગર નજીક આવેલ ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં રહેતી મહિલા ચક્કર આવતા પડી જતા બેભાન થયા હતા જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ ચંદ્રેશ સોસાયટી રાજનગર રોડ પર રહેતા રહેતા મનીષાબેન જીગ્નેશભાઈ કડીવાર (ઉ.વ.૩૧) નામની પરિણીતા ગત તા. ૧૧ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે કોઈ કારણોસર ચક્કર આવી પડી ગયા હતા જેથી બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:01 am IST)