Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોબાઈલ ફોન વેચાણ વખતે રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

 દેવભૂમિ દ્વારકા:   દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિસંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નયારા એનર્જી, એસાર પાવર, આઈ.ઓ.સી., ભારત ઓમાન ફેકટરી, તાતા કેમીકલ્સ, કેઈન ઈન્ડીયા, કે.પી.ટી. વિગેરે જેવા વાયટલ ઈન્સટોલેશન સેન્ટરો આવેલ હોવાથી, રોજગારીની અનેક તકો ઉભી થયેલ હોય સમગ્ર દેશમાંથી લોકો રોજગારી અર્થે અત્રેના જિલ્લામાં આવે છે. આ લોકો તેમજ સ્થાનિક લોકો દ્વારા તેઓની જરૂરીયાત મુજબ મોબાઇલ વિક્રેતા પાસેથી મોબાઇલ ખરીદ/વેચાણ કરે છે. આવા મોબાઇલ લે-વેચ અંગેનું રેકર્ડ મોબાઇલ વિક્રેતા પાસે હોવું જરૂરી છે.

    અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ફોજદારી કાર્યરિતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ  મળેલ અધિકારની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુના કે નવા મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેંચનારનું તથા મોબાઇલ વેંચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરું નામ, સરનામું નોંધવા નીચે દર્શાવ્યા મુજબના કોલમ વાઈઝ રજીસ્ટરો નિભાવવાના રહેશે

   
 
(12:56 am IST)