Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2024

મોરબીના કાલિકા પ્લોટમાં નજીવી બાબતે યુવાન પર તલવાર વડે હુમલો, ચાર વિરુદ્ધ ફરિયાદ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રોડ પર બાઈક રાખેલ હોય જેથી યુવાને સાઈડમાં લેવાનું કહેતા સારું નહિ લાગતા ચાર ઇસમોએ યુવાન સાથે મારામારી કરી એક ઇસમેં તલવારનો ઘા મારી તેમજ અન્યએ ઢીકા પાટું માર મારી ઈજા પહોંચાડી હતી જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

  મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૦૧ માં રહેતા સત્યદીપસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૨૭) નામના યુવાને આરોપી અસ્લમ સલીમ ચાનીયા, રહીશ ઉર્ફે ભાણો, અસ્લમનો દીકરો અને એક અજાણ્યો ઇસમ રહે બધા કાલિકા પ્લોટ મોરબી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સત્યદીપસિંહ તા. ૧૦ ના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યે પોતાની સ્કોર્પીઓ કાર જીજે ૧૦ ડીઆર ૦૦૭૭ લઈને પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપી અસ્લમના દીકરાએ કાલિકા પ્લોટ શેરી નં ૦૧ માં પોતાનું બાઈક રોડ પર રાખ્યું હતું
જેથી સત્યદીપસિંહે બાઈક સાઈડમાં લેવાનું કહેતા સારું નહિ લાગતા તે બાબતનો ખાર રાખીને ફરિયાદીના મકાન પાસે બાઈક લઈને ગયો હતો જ્યાં યુવાન સાથે ગાળો બોલી બોલાચાલી કરી હતી અને આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી અસ્લમ ચાનીયાએ તલવાર વડે માથામાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી તો અન્ય ઇસમોએ શરીરે મુંઢ ઈજા કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(12:54 am IST)