Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જામનગરમાં મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી,આર,પાટીલે સભા ગજવી

સૌરાષ્ટ્રમાં પાણી માટે વલખા નહિ મારવા પડે: સી.આર.પાટીલ: દિલ્હીમાં મોસળે માઁ પીરસનાર છેજામનગરના ગુંડાઓ સાંભળી લે, હવે ગુજરાત છોડવું પડશે:190 કરોડનો બ્રિજ માત્ર જામનગરને આપ્યો છે: રૂપાણી

જામનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ આવી પહોંચ્યા હતા. જામનગરના 78 વિધાનસભામાં આવેલા મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોના પ્રચારમાં ધન્વંતરી ગ્રાઉન્ડમાં સૌ પ્રથમ ચુંટણી સભામાં યોજાઈ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સૌપ્રથમ સી.આર.પાટીલ જામનગરમાં આવ્યા છે. ત્યારે આ સભામાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી હકુભા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલએ સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા,રામ મંદિરની વાતને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતા સી,આર, પાટીલે કહ્યું હતું કે રામ મંદિરની તારીખ પણ બતાવશું , વધુમાં તેઓએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને અમિતભાઈ  શાહે રામમંદિર અને 307ના પ્રશ્ને સકારાત્મકતાથી ઉકેલ્યો છે
  સી.આર.પાટીલએ કહ્યું કે સૌરાષ્ટ્રમાં પાણી માટે વલખા નહિ મારવા પડે વિકાસના તમામ સપના પુરા કરવા ભાજપ આગળ વધે છે

 મુખ્યમંત્રી રૂપાણીએ સભામાં કહ્યું હતું કે જામનગરના ગુંડાઓ સાંભળી લે, હવે ગુજરાત છોડવું પડશેલેન્ડ ગ્રેબિંગ અને ગુંડા એકટના કડક કાયદા ભાજપ સરકારે બનાવ્યા છે
પાણી અને કાયદો વ્યવસ્થા માટે કામ કરી રહ્યા છીએ

 વધુમાં વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દિલ્હીમાં મોસળે માઁ પીરસનાર છે  190 કરોડનો બ્રિજ માત્ર જામનગરને આપ્યો છે, નલ સે જલ અને નર્મદા થકી શુધ્ધ પાણી 2022 સુધીમાં પૂરું કરીશું( તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(8:53 pm IST)