Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

જેતપુરમાં બુધવારી ગુજરી બજારથી ફેલાતા કચરાથી આસપાસના લોકો ત્રાહીમામ

જેતપુર ધોરાજી રોડ પર સાઇડ સોલ્ડર બનાવવા માંગ

જેતપુર તા. ૧૩ : શહેરના ઇદગાહ મેદાનમાં દર બુધવારે સસ્તા કપડાની ગુજરી બજાર ભરાય છે જો કે તેનાથી અનેક લોકોને રોજીરોટીઅને સસ્તા કપડા પણ મળે છે પરંતુ અહી આવનારા વેપારીઓને અને લોકો દ્વારા જયા ત્યા પ્લાસ્ટીકની થેલી, ફાકીના પ્લાસ્ટીક ફેકી દેવામાં આવતા હોય જે ગુજરી પુરી થયા બાદ પવનને લીધે આ કચરો નજીકમાં રહેતા લોકોની ખુલ્લી ડેલીમાં ઘુસે છે અને રસ્તા ઉપરતો જાણે સફાઇ થતી જ ન હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

આ વિસ્તારના લોકોની એવી માંગ ઉઠી છે કે ગુજરી બજારમાં માલ વેચવા આવતા લોકોની કચરો ડસ્ટબીનમાં નાખવા સુચના અપાઇ અને નહીતર દંડ ફટકારવામાં આવે વિસ્તારના લોકોના આંગણામાં સ્વચ્છતા જળવાઇ રહે સરકાર દ્વારા સફાઇ અભિયાન ચલાવવામાં આવે જો આ લોકોને સુચના અપાઇ અને કચરો જાહેરમાં ફેકવાનુ બંધ કરે તો અભિયાન સફળ થશે.

જેતપુરના ધોરાજી રોડ પર સાઇડ સોલ્ડર બનાવવા માંગ

શહેરના ધોરાજી રોડ પર માર્ગ મકાન વિભાગ દ્વારા સિમેન્ટ રોડ હાજી દાઉદ હોસ્પિટલથી પટેલ સમાજ સુધી બનાવવામાં આવેલ જેથી વાહન ચાલકોને સારી સુવિધા મળી પરંતુ રોડ પુરો થતા તેની સાઇડમાં કોઇ વાહનનીચે ઉતરી ન જાય તે માટે અકસ્માત ન બનવા પામે તે માટે સાઇડમાં દોઢમીટર જેટલો કાચો રસ્તો (સાઇડ સોલ્ડર) બનાવામાં આવે છે જે અહી બનાવેલ ન હોય રોડની કડની નીચે જો કોઇ વાહન ઉતરી જાય તો અકસ્માત બનવા પામે માટે પુર્વ પાલીકા ઇજનેર નરેન્દ્રભાઇ પાઘડારે માહિતી આપતા જણાવેલ કે આ સાઇડ સોલ્ડર જરૂરી હોય છે અને હાલ જૂનાગઢ રોડ પર માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટ આપી રોડ બનાવવામાં આવે તો આ રોડ તોડતી વખતે તેમાંથી નીકળેલ ડામર કપચી ધોરાજી રોડ પર સાઇડમાં નાખવામાં આવે તો અકસ્માત નિવારી શકાય તેવી માંગ કરી છે.

(12:59 pm IST)