Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ગોંડલમાં રાજુ સખીયા ઉપર ધોકાથી હુમલો

જયરાજસિંહ અને અનિરૂધ્ધસિંહ સામે આરટીઆઇ કેમ કરે છે? તેમ કહી જયપાલ વડીયાવાળો, કરણીસેનાના પ્રમુખ યશપાલસિંહ સહિત ચાર શખ્સો તૂટી પડયા

તસ્વીરમાં હુમલામાં ઘવાયેલ રાજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ નજરે પડે છે (તસ્વીરઃભાવેશ ભોજાણી.ગોંડલ)

ગોંડલ, તા.૧૩: ગોંડલ તાલુકાનાં નાગડકા ગામે રહેતાં રાજેશ ઉર્ફ રાજુ લાલજીભાઈ સખીયા ઉ.૪૨ પર ચાર શખ્સો એ ધોકા વડે હુમલો કરતાં રાજુ સખીયા ને હાથ પગમાં ફ્રેકચર થવાં પામ્યું હતું.પોલીસ ફરિયાદ માં પોતે પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથાં અનિરૂધ્ધસિંહ જાડેજા સામે આરટીઆઇઙ્ગ કરી હોય તેનો ખાર રાખી હુમલો કરાયાં નું જણાવ્યું હતું.બીજી બાજુ તાજેતરમાં રાજુ સખીયા દ્વારા ક્ષત્રીય સમાજ નાં બે આગેવાનો અંગે કરાયેલ ટિપ્પણીઓ નો ઓડીયો વીડીયો સોશ્યલ મિડીયા માં વાયરલ થયો હોય ચકચાર મચી જવાં પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નાગડકા રહેતાં રાજેશ ઉર્ફ રાજુ લાલજીભાઈ સખીયા સાંજે પાંચ નાં સુમારે વિક્રમસિહજી કોમ્પલેકસ પાસે આવેલ આદ્યશકિત ટી સ્ટોલ પાસે ઉભાં હતાં ત્યારે બ્લેક કલર નાં સ્કોરપીઓ માં દ્યસી આવેલ ચાર શખ્સો એ ધોકા વડે રાજુભાઈ સખીયા ને લમધારી નાખતાં ડાબા હાથે તથાં પગ માં ઇજા થતાં ડો.વાડોદરીયા હોસ્પિટલે ખસેડયા હતાં.

બનાવ અંગે પોલીસ ફરીયાદ માં રાજુભાઈ સખીયા એ જણાવ્યું કે હું તથાં શિવરાજગઢ નાં માજી સરપંચ વલ્લભભાઈ સરસરીયા,મેતા ખંભાળીયા નાં નરશી રાઠોડ સહીત મિત્રો સાથે ચા પીવા ઉભાં હતાં ત્યારે બ્લેક કલર ની સ્કોર્પીઓ માં આવેલાં જયપાલભાઇ વડીયાવાળા,કરણીસેના નો પ્રમુખ યશપાલસિહ તથાં બે અજાણ્યા શખ્સો એ ગાડીમાં થી ધોકા સાથે ઉતરી તું જયરાજસિંહ અને અનિરૂધ્ધસિંહ સામે આરટીઆઇ કેમ કરેછે તેમ કહીં ધોકા વડે માર મારતાં લોકો એકઠાં થઇ જતાં આ શખ્સો ગાડી લઇ નાશી છુટયાં હતાં.બાદ માં મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ ફરીયાદ માં વધુમાં જણાવ્યું કે મેં જયરાજસિંહ તથાં અનિરૂધ્ધસિંહ સામે આરટીઆઇ કરી હોય તથાં એડવોકેટ સંજય પંડીત ને મદદ કરતો હોય તે બાબત નો ખાર રાખી મારાં પર હુમલો કરાયો છે.

સુત્રોનાં જણાંવ્યા અનુસાર તાજેતરમાં સોશ્યલ મિડીયા માં રાજુભાઈ સખીયા નાં ઓડીયો વીડીયો વાયરલ થવાં પામ્યાં હતાં.જેમાં બે અગ્રણીઓ માટે ટિપ્પણી કરાઇ હોય આ ઓડીયો વીડીયો ટોક ઓફ ટાઉન બનવાં પામ્યાં હતાં.

બનાવ અંગે પીઆઇ.રામાનુજે ફરીયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

(11:52 am IST)
  • અરવિંદ કેજરીવાલ માટે બિહાર હવે પછીનું દિલ્હી બનશે, દિલ્હીની પેર્ટન ઉપર આ માટે એક ખાસ વિકાસ યોજના ઘડી કાઢવામાં આવી છે access_time 10:12 pm IST

  • રાજ્યના શિક્ષણની પરીક્ષા પદ્ધતિમાં આમૂલ પરિવર્તન : ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધો. 3થી 12ની પરીક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ લેશે: અત્યાર સુધી જે તે શાળા લેતી હતી પરીક્ષા: વાર્ષિક અને છ માસિક પરીક્ષા પણ બોર્ડ લેશે: ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ નહીં કરી શકાય:નબળા વિદ્યાર્થી માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે:શિક્ષણ સુધારણા માટે સરકારનો અસરકારક નિર્ણય : gcert પણ પરિક્ષા માં સાથે રહેશે..15 દિવસ અને માસિક પરીક્ષા માં પણ બોર્ડ કરશે મદદ access_time 11:17 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST