Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ભાણવડ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો : રજુઆતો બાદ તુરત કાર્યવાહીની ખાત્રી

ભાણવડમાં એએસપીની અધ્યક્ષતામાં પોલીસલોક દરબાર યોજાઇ ગયો હતો લોક દરબાર બાદ વિશાળ પોલીસ કાફલા સાથે એએસપીએ શહેરની મુખ્ય બજારોમાં ફુટ પેટ્રોલીંગ કર્યુ હતુ. (તસ્વીર રવિ  પરમાર  ભાણવડ)

ભાણવડ તા ૧૩ : પોલીસ સ્ટેશન ખાતે એએસપી પ્રશાંત સુંબે લોક દરબાર યોજાયો હતો.એડવોકેટ ગીરધરભાઇ વાઘેલાએ સવાલ કર્યો હતો કે, શહેરમાં દારૂપીધેલાઓ પકડાય છે અને તેના પર કેસ થાય છે, પરંતુ દારૂ વહેચનાર નથી પકડાતા તે અંગે ખીમાભાઇ રાવલીયાએ રજુઆત કરી હતી કે, પોલીસ દ્વારા શહેરમાં બાઇક ચાલકોને રોકી ગાડીઓ ડીટેઇન કરવામાં આવે છે તેને બદલે તેને હાજર દંડ ફટકારી જવા દેવામાં આવે કારણ કે, મોટાભાગે જેનું બાઇક ડીટેઇન કરવામાં આવેછે તેમજુર વર્ગ, દુધવાળા, શાકભાજી વાળા, તેમજ નાના લોકો હોય છે જેઓનું વાહન ડીટેઇન થવાથી અનેક મુશ્કેલી વેઠવી પડતી હોય છે, જેને એએસપી તરફથી સકારાત્મક જવાબ વાળવામાં આવ્યો હતો. વેપારી અગ્રણી નાનજીભાઇ પીપરોતરે પણ કેટલાક સમય પહેલા થયેલ બાઇક ચોરી અંગે હજુ સુધી સગડ ન મળ્યા હોવા બાબતે રજુઆત કરી હતી.

પોલીસ કામગીરીન ે લગતા  પ્રશ્નો સિવાય કાલીદાસ સાપરીયાએ શનિવારે ભરાતી ગુજરી સમયે ફુલકું નદીના પુલ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા રજુઆત કરી હતી, તેમજ પેટ્રોલ પંપોના સીસી ટીવી કેમેરાઓ વધુ  બહાર લાવી રોડ સુધી લંબાવવા અંગે પોલીસ દ્વારા સુચના અપાઇ ગઇ હોવાનું એક સવાલના જવાબમાં એએસપીએ  જણાવ્યું હતું અન્ય કોઇ જે કોઇ રજુઆતો કરવામાં આવી તેેને ડાયરેકટ પોલીસને લગતી કામગીરી સાથે કોઇ સબંધ ન હતા. સોૈથી મહત્વની બાબત એએસપીએ શહેરમાં દારૂ, જુગાર અંગે પ્રજા ડાયરેકટ તેમને રજુઆત કરી શકે છે અને ચોક્કસ હકિકત હોય ત્યાં એલસીબી, એસઓજી કે આરઆરસેલ દ્વારાજેટલી ઝડપ થઇ શકે એટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. (૩.૧)

 

 

(11:37 am IST)