Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પોરબંદરની સાંઢીયા ગટરમાં સિમેન્ટ ભરેલો ટ્રક ફસાયો

પોરબંદર, તા. ૧૩ : અહીં બીરલા હોલની બાજુની ગલીમાં આશરે ૮થી ૧૦ ટન સિમેન્ટ ભરેલો ટ્રક સાંઢીયા ગટરમાં ફસાઇ ગયો હતો.  અકસ્માતથી જાનહાની થઇ નથી.

સાંઢીયા ગટર ઉપર સીમના પથ્થરની મજબૂત પથ્થરની પાટો રાજય સમયની હતી તે પાટો તંત્રએ અગાઉ કાઢીને તેની જગ્યાએ સિમેન્ટની પાટો નાખી હતી. આ સિમેન્ટની પાટો નબળી હોવાને લીધે વારંવાર ભારે વાહનો ફસાય જવાના બનાવો બને છે. વાહનો પસાર થતાં સિમેન્ટની પાટો અકસ્માતે તૂટી જાય છે. મજબૂત પાટ નાખવા માંગણી ઉઠી છે.(૮.૧ર)

(11:35 am IST)