Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

શુક્રવારે ધોરાજીમાં જુનાગઢ - જામનગર લોકસભા સીટનું ભાજપનું મહાસંમેલન

ઓમ માથુર, જીતુભાઇ વાઘાણી, મનસુખભાઇ માંડવીયા, ભીખુભાઇ દલસાણીયા સહિતના ઉપસ્થિત રહેશે

ધોરાજી તા. ૧૩ : ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીનો પ્રારંભ કરી ચૂકયા છે. જેના ભાગરૂપે ધોરાજી ખાતે તા. ૧૫ના રોજ બપોરે  બે વાગ્યે જેતપુર ખાતે આવેલ સરસ્વતી મહાવિદ્યાલય પોતે જામનગર પોરબંદર જૂનાગઢ ૩ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓનો વિશાળ સંમેલન આયોજન કરેલ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ગુજરાત ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રમેશભાઈ મુગરા, પ્રકાશભાઇ સોની, બાબુભાઈ બોખીરીયા સહિત પ્રભારીઓ રહેશે તેમજ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી. કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ભરતભાઇ બોઘરા સહિત હોદ્દેદારો તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રાજયસભાના સાંસદ ચુનીભાઇ ગોહિલ તેમજ ત્રણ જિલ્લાના ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો તેમજ બક્ષીપંચ રાજકોટ જિલ્લાના પ્રમુખ જગદીશભાઈ બોરીચા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નવીનપરી ગોસ્વામી સહિત વિવિધ મોરચાના પ્રમુખ તેમજ તમામ શહેર અને તાલુકાના પ્રમુખ મહામંત્રી જીલ્લાના હોદ્દેદારો સહિત ૩૫૦૦થી વધુ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતાએ યાદીમાં જણાવેલ કે ધોરાજી ખાતે પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત જામનગર પોરબંદર અને જુનાગઢ લોકસભા સીટ માટે કાર્યકર્તા હોદેદારોના સંમેલનમાં અપેક્ષિત શ્રેણીઓમાં લોકસભા સીટ ના પ્રભારી ઇન્ચાર્જ સહઇન્ચાર્જ તેમજ સંપૂર્ણ લોકસભા સીટની જવાબદારી નિભાવતા લોકસભા સીટના વિસ્તારક બુહદ સંકલન સમિતિના સભ્યશ્રીઓ તથા મંડલ ની ઉપરના તમામ પદાધિકારીઓ પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો તથા પ્રદેશ અને જિલ્લા મોરચાના પદાધિકારીઓ મંડળના મોરચાના પ્રમુખ અને મહામંત્રી શ્રી શકિત કેન્દ્રોના પ્રભારી પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય વિગેરે ભારતીય જનતા પાર્ટીના ત્રણ જીલ્લાના હોદ્દેદારો આ સંમેલનમાં અપેક્ષિત છે.

જામનગર જુનાગઢ અને પોરબંદર ત્રણ લોકસભા સીટ ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓને ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારો સુધી પહોંચવાની જવાબદારી સોંપવામાં આવશે તેમાં જ ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૯ ની ચૂંટણીના કાર્યને વધુ વેગવંતુ બનાવવા તેમજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય ભાજપના પ્રમુખ અમિતભાઈ શાહ ગુજરાત ના ણૂૃ વિજયભાઈ રૂપાણી તથા જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ સહિત ગુજરાત ના હોદ્દેદારો ની રાહબરી હેઠળ ૨૦૧૯ ની ચૂંટણી નો કાર્ય લોકો સુધી પહોંચાડો સરકારી યોજનાના જે લાભો મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના વિકાસગાથાની વાત લોકો સુધી પહોંચાડવી તે બાબતે સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે. સંમેલનમાં અંદાજે ત્રણ જિલ્લામાંથી ૩૫૦૦ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. સફળ બનાવવા માટે રાજકોટ જિલ્લા ભાજપની ટીમ તેમજ ધોરાજી શહેર ભાજપના અગ્રણી વી ડી પટેલ જિલ્લા ઉપાધ્યક્ષ મુકતાબેન વઘાસિયા, શહેર ભાજપના પ્રમુખ હરસુખભાઇ ટોપિયા, મહામંત્રી ડી જી બાલધા, સુખદેવસિંહ વાળા સહિત અગ્રણીઓ હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.(૧૨.૧૨)

(11:34 am IST)