Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જામનગરમાં નરેન્દ્રભાઇની જાહેરસભા

જામનગર તા. ૧૩ : આગામી મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને રાજયની ભાજપ સરકારે તમામ મહત્વના અધૂરા કામો ઝડપભેર પૂર્ણ કરવા તંત્રને આદેશ આપી દીધા છે અને માર્ચમાં સપ્તાહમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે તેવી ગણતરીને ઘ્યાનમાં રાખી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જામનગર તા. ૩ કે ૪ માર્ચના આવતા હોવાનું જાણવા મળેલ છે.

જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલનું ભવ્ય નવનિર્મીત બિલ્ડીંગના લોકાપર્ણ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૩ કે ૪ ના રોજ જામનગર પધારી રહયાં છે તેમજ શહેરની મઘ્યમાં આવેલ સાત રસ્તા પાસેના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.(૨૧.૧૦)

(11:34 am IST)