Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ધોરાજી બહારપુરામાં જુગારની રેડમાં નવ ઝડપાયા

ધોરાજી તા. ૧૩ :.. ધોરાજીના પીએસઆઇ જે. બી. મીઠાપરા અને તેની ટીમે ગઇ રાત્રીના ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ જમાદારની વાડી પાસે જાહેરમાં જૂગાર રમતા નવ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં સુલેમાન મામદ ગરાણા, રસીદ મહમદ સુલતાન ગરાણા, એઝાંઝ હનીફ ગરાણા, ઇમ્તીયાઝ ઇસ્માઇલ ગરાણા, અફઝલ ઇસ્માઇલ ગરાણા, ફિરોઝ આમદ નાલબંધ, યાસીન સીદીક ગરાણા, મુસ્તાક ખાલીદ ગરાણા, અનવર રજાક મિયા બુખારી કુલ નવ શખ્સો તીનપતીનો જુગાર રમતા રોકડ રૂ. ૧૮ર૦૦ ના મુદામાલ સાથે પીએસઆઇ જે. બી. મીઠાપરા વિગેરે સ્ટાફએ ઝડપી લઇ જૂગારધારાની કલમ ૪ અને પ મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (પ-રર)

(11:33 am IST)