Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેતી રાજયની અન્ન આયોગની ટીમ

દેવભુમિ દ્વારકા, તા.૧૩: ગુજરાત રાજય અન્ન આયોગની ટીમ આજે દેવભૂમિ દ્વારકા આવી હતી. આ ટીમે કલેકટર કચેરી સભાખંડમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં માં અન્નપુર્ણા યોજના અંતર્ગત લાભ મેળવતા કુટુંબો, રેશનકાર્ડની માહિતી, આધારકાર્ડ સીડીંગ, વિજીલન્સ કમિટીની રચના, તથા બંધ પડેલ વાજબી ભાવની દુકાનો તેમજ કયા કારણોથી બંધ રહેલ છે તેની માહિતી મેળવી હતી.

આ બેઠકમાં આયોગની ટીમના સભ્ય દિનેશ કારીયા, નિતિન શાહ, ઉપ સચિવ  હર્ષદ ગઢવી, નિવાસી અધિક કલેકટર પટેલ, ઇચા. પુરવઠા અધિકારી બેલડીયા, મામલતદાર ખંભાળીયા, કલ્યાણપુર દ્વારકા વગેરે ઉપસ્થિત રહયા હતા.(૨૩.પ)

(11:29 am IST)