Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

શુક્રવારે નિકાવામાં શ્રી મચ્છોઆઇ સમૂહ લગ્નોત્સવ

૬૪ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે : સંતો-મહંતો આર્શિવચન પાઠવશે

'અકિલા' કાર્યાલયે સમૂહ લગ્નની વિગતો આપતા આયોજકો નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૩ : કાલાવડ તાલુકાના નિકાવામાં તા. ૧પ ને શુક્રવારે શ્રી મચ્છોઆઇ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની 'અકિલા' કાર્યાલય ખાતે આયોજકોએ વિગતો આપી હતી.

આયોજકોએ જણાવ્યું કે, નિકાવા ગામે છેલ્લા દશ વર્ષથી ભરવાડ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે, આ આયોજન સમસ્ત ભરવાડ સમાજના ઉપક્રમે શ્રી મચ્છોઆઇ સમૂહલગ્ન સમિતિ કરે છે. કાલાવડ તાલુકા ઉપરાંત પણ બીજા તાલુકાઓની ભરવાડ સમાજની દિકરીઓનો સમાવેશ કરવામાં આવે છે કારણ કે આ સમિતિ કોઇપણ તાલુકાને બાદ રાખતી નથી. અગીયારમાં સમૂહલગ્ન આગામી તા. ૧પ ને શુક્રવારે ૬૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડવા જઇ રહ્યા છે.

આ પ્રસંગે ભવ્યથી ભવ્યતાથી નવદંપતિ સત્કાર સમારોહની સાથો સાથે સંતો મહંતોનું સ્વાગત, દાતાશ્રીઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવેલ છે. નિકાવા મુકામે રાજકોટ-કાલાવડ હાઇવે રોડ પાસે, ખોડીયાર માતાજીના મંદિરની પાછળ આવેલ પટરાંગણમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.  સમાજ અને દાતાઓના સાથે સહયોગથી ૬૪ દિકરીઓને ઘરવખરીની જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓમાં સોનાના દાણા, સોનાની બાલી, પેટી સેટી, કબાટ, ડ્રેસીંગ અરીસો, બાજોઠ પાટલા જેવી ત્રીસેક વસ્તુઓ આપવામાં આવેલ છે.

સમાજના આશરે વીસેક હજાર લોકો આ સમૂહ લગ્નનો લાવો લેશે અને સાથો સાથ સમૂહ ભોજન પણ સાથે કરશે. શ્રી મચ્છોઆઇ સમૂહલગ્નના યુવા પ્રમુખ જેન્તીભાઇ ચનાભાઇ ટોયટાએ આમંત્રણ પાઠવ્યું છે.

સફળ બનાવવા પ્રમુખ જેન્તીભાઇ ટોયટા, ઉપપ્રમુખ હેમંતભાઇ ગમારા, મંત્રી વિરમભાઇ ગોલતર, સહમંત્રી દાનાભાઇ ગમારા, પત્રકારશ્રી ભોજાભાઇ ટોયટા, હેમંતભાઇ મુંધવા, મનસુખભાઇ ટોયટા, પબાભાઇ ગમારા, કરશનભાઇ ટોયટા, મૈયાભાઇ ભુંડીયા, નારણભાઇ ગમારા, વિનોદભાઇ માટીયા, સામતભાઇ ગોલતર, બાબુભાઇ ગમારા, હરીભાઇ ટોયટા, લાલજીભાઇ ટોયટા, બટુકભાઇ ઝાપડા, વશરામભાઇ માટીયા, હરીભાઇ લાંબરીયા, મેરાભાઇ ખાટરીયા, રૂપાભાઇ બાંભવા, સુખાભાઇ ગોલતર, પાંચાભાઇ બાંભવા, રાજુભાઇ કાટોડીયા, લખમણભાઇ ઝાપડા તેમજ સ્વયંસેવકો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. (૮.૪)

(11:29 am IST)