Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ભાણવડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી પૂર્ણ

ભાણવડના ૪૦૦૧માંથી ૩૮૦૦, કલ્યાણપુરના ૯ર૦માંથી ૭ર૦ ખેડૂતોની મગફળી લેવાઇ

ભાણવડ, તા. ૧૩ :  રાજય સરકારની ટેકાનાભાવે મગફળી ખરીદી માટે ભાણવડ માર્કેટીંગ યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાણવડ તાલુકાના કુલ મળીને ૪૦૦૧ ખેડૂતોના રજીસ્ટ્રેશન થયેલા હતા જેમાંથી ૩૮૦૦ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવ્યા બાદ વધુ આવક નહિવત રહેતા લગભગ કામગીરી પૂર્ણ થઇ જવા પામી છે. ગોડાઉન મેનેજર ડી.એન. શેખાણી અને તેની ટીમ દ્વારા સરકારી ધારાધોરણ મુજબ વધુમાં ખેડૂતોની મગફળી ખરીદી શકાય તેવા પ્રયત્નો કર્યા હતા. કુલ ર,૭૪,૭૦૬ બોરી મગફળી ખરીદ કરવામાં આવી હોવાનું જણાવેલ. આ ઉપરાંત કુલ ર૩પ૦ ખેડૂતોના ખાતામાં પેમેન્ટ જમા થઇ ગયુ હોવાનું જણાવવામાં આવેલ.

ગત તા. ર ફેબ્રુઆરીથી કલ્યાણપુર તાલુકાના ૩૩ ગામોના ખેડૂતો માટે પણ ભાણવડમાં મગફળી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવતા નોંધાયેલા ૯ર૦ ખેડૂતોમાંથી ૭ર૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી હોવાની પણ માહિતી આપવામાં આવેલી હતી. (૯.૪)

(11:28 am IST)