Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિની મિટીંગમાં સંગઠનને વધુ મજબૂત કરવા હાકલ

જસદણ તા. ૧૩ : જસદણ વિધાનસભા વિસ્તારની કોંગ્રેસ ની બેઠક તાજેતરમાં મળી હતી. જસદણ કોંગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલય આટકોટ રોડ ખાતે જસદણ વિધાનસભાના ઈન્ચાર્જઙ્ગ રાજદિપસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખઙ્ગ ગજેન્દ્રભાઈ રામાણી, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલની ઉપસ્થિતિમા જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ રામાણીએ જસદણ તાલુકા કોંગ્રેસ સંગઠનના આગેવાનો - કાર્યકરોની મિટીંગ બોલાવી હતી. જેમા આગેવાનો - કાર્યકરો ઉત્સાહભેર હાજરી આપતા જસદણ કોંગ્રેસમા નવા જોમ અને જુસ્સાનો સંચાર જોવા મળ્યો હતો.

જસદણ કોંગ્રેસ સંગઠનને વધુ મજબુત કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ નામના પ્રજા વિરોધી પક્ષને કારમી હાર અપાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. મિટીંગ મા ઉપસ્થિત તમામ આગેવાનોએ સર્વાનુમતે ઠરાવ કરી આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ઉમેદવાર માટે જસદણ વિધાનસભાના આગેવાન ઉપર પસંદગીનો વિચાર કરવામાં આવે તો પાટીદાર સમાજમાંથી ગજેન્દ્રભાઈ રામાણી અથવા બક્ષીપંચ સમાજમાંથી ભોળાભાઈ ગોહેલને ટિકીટ આપવા જસદણ વિધાનસભાના પ્રભારી રાજદિપસિંહ જાડેજાને રજૂઆત કરી હતી.

ઙ્ગજસદણ તાલુકા પંચાયતના સદસ્ય રણજીતભાઈ મેણીયા, કોંગ્રેસ ઉપપ્રમુખ જયુભાઈ વાળા, જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના અગ્રણી ગોરાભાઈ મુંધવા, તાલુકા પંચાયતના સદસ્ય અમરશીભાઈ સોમાણી, જસદણ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હરેશભાઈ ધાધલ, સદસ્ય પ્રવિણભાઈ પરમાર, જયેશભાઈ મયાત્રા, બશીરભાઈ પરમાર, જસદણ વિધાનસભા કોંગ્રેસ મિડીયા - સોશિયલ મિડીયા વિભાગના કોર્ડિનેટર મેહુલભાઈ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૬)

 

(11:27 am IST)