Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સીરામીક ફેકટરીમાં જ પ્રસુતિ કરાવી માતા-બાળકની જિંદગી બચાવી

મોરબી-વાંકાનેર હાઇવે પરના જાંબુડિયા પાસેનો બનાવ ;108 ટીમની સરાહનીય કામગીરી

રાજકોટ :પ્રસુતાને પીડા ઉપડતા સીરામીક ફેકટરીમાં પ્રસુતિ કરાવી માતા અને બાળકની જિંદગી બચાવાઈ છે 108ની ટીમની સરાહનીય કામગીરી બહાર આવી છે અંગેની વિગત મુજબ મોરબી-વાંકાનેર હાઇવે પર જાંબુડિયા પાસે આવેલી કલેન વિકટ્રીફાઈડ નામની ફેકટરીમાંથી કોલ આવતા ૧૦૮ ની ટીમ પહોંચી હતી જેમાં માતા રવિનાબેન રાકેશભાઇ . ૨૦ ને રાત્રી ના સમયે પ્રસુતિની પીડા થતી હોવાથી સાથે પ્રસૂતિનો સમય થઈ ગયો હોય ૧૦૮ના લાલબાગ લોકેશનના ઇએમટી પ્રવીણભાઈ મેર, પાઇલોટ શકિતસિહ સમય સુચકતા જોઈ ને ફેકટરીમાં જઇને પ્રસુતિ કરાવવા નિર્ણય કર્યો હતો અને ડો. પ્રવીણભાઈ મેર દ્વારા મહિલાની પ્રસુતિ કરાવી માતા તથા બાળકને પ્રાથમિક સારવાર આપીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

(11:31 pm IST)