Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સાયલાના ચોરવીરા ગામના પાટીયા પાસે નીલગાય આડી ઉતરતા રિક્ષા પલ્ટીઃ ૭ને ઇજા

વઢવાણ તા. ૧૩ : સાયલા ચોટીલા વચ્ચે ચોરવીરા ગામના પાટીયા પાસે હાઇવે ઉપર રિક્ષા આડે નિલગાય ઉતરતી રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા અચાનક પલ્ટી મારી જતા ૭ જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સાયલાના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવ અંગે સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:56 pm IST)