Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ટંકારામાં ઋષિ બોધોત્સવ અંતર્ગત યજુર્વેદ પારાયણ યજ્ઞની પુર્ણાહુતિ

ધ્વજારોહણ, શોભાયાત્રા, ગુરૂકુળ ભવનનું ઉદ્દઘાટન અને શ્રધ્ધાંજલી સભા સહિતના કાર્યક્રમો

ટંકારા તા.૧૩ : મહર્ષિ દયાનંદ સરસ્વતીનો શ્રષિ બોધોત્સવ ધામધુમથી ઉજવાય રહેલ છે.

ઉપદેશક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. અષ્ટાવદ નાટક ભજવાયેલ.

સવારે શ્રષિ બોધોત્સવનો ધામધુમથી પ્રારંભ થયેલ. ટ્રસ્ટીશ્રી અજય સહગલ તથા આચાર્ય રામદેવજી તથા વ્યવસ્થાપક રમેશભાઇ મહેતા દ્વારા ભારતભરમાંથી પધારેલા આર્યસમાજના પદાધિકારીઓનું સન્માન કરાયેલ.

બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રશનમંચ યોજાયેલ. તેનુ સંચાલન હસમુખરાય ડી. પરમાર દ્વારા કરાયેલ. તેમાં પ્રથમ નંબરે જૈનીષ રમણીકભાઇ વડાવીયા, બીજા નંબરે લોહ તુષાર પ્રવિણભાઇ, ત્રીજા નંબરે દર્શનાબેન અઘેરા આવેલ તેમનુ પ્રમાણપત્ર તથા ઇનામ શ્રી રાજીવજીભાઇ આર્ય તથા વાચોનીધિ આર્ય ગાંધીધામના વરદહસ્તે અપાયેલ.

વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ મોરબીની ઉમા બી ટીમને શિલ્ડ તથા પુરસ્કાર એનાયત કરાયેલ. જામનગરની શ્રીમદ્ દયાનંદ પ્રા. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વામી શ્રધ્ધાનંદ નાટક ભજવાયેલ.

ટંકારા ઉપદેશક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પ્રદર્શન કરાયેલ. તેને તાલીઓના ગડગડાટથી તથા ઇનામોના વરસાદથી લોકોએ વધાવેલ.

તા.૧૩ના રોજ યજુર્વેદ પારાયણની પુર્ણાહુતિ થશે. ભારતભરમાંથી આવેલા આર્ય સમાજીઓ તેમાં આહુતી આપશે. અલગ-અલગ યજ્ઞ કુંડમાં લોકો યજ્ઞમાં ભાગ લેશે. મહાત્મા સત્યાનંદ મુંજાલ ગુરૂકુલ ભવનનું આશરે ૭૦ લાખના ખર્ચે નિર્માણ કરાયેલ છે. તેનુ શ્રી યોગેશ મુંજાલ તથા પરિવાર દ્વારા ઉદ્દઘાટન થશે.

ઓમ ધ્વજનું ધ્વજારોહણ થશે. ઓમ ધ્વજનું ગાન થશે. ભવ્ય શોભાયાત્રા નીકળશે. આર્ય જગતના સંતો, વાનપ્રર્સ્થીઓ, વિવિધ આર્ય સમાજના પધારેલ યાત્રાળુઓ ભાગ લેશે. શોભાયાત્રા ટંકારા મેઇન બજાર, આર્યસમાજ તથા મહર્ષિ દયાનંદના જન્મસ્થાને જશે.

બપોરના ચાર વાગ્યે શ્રધ્ધાંજલી સભા યોજાશે. તેમાં હિમાચલ પ્રદેશના રાજયપાલ શ્રી દેવવ્રતજી સહિત મહાનુભાવો શ્રધ્ધાંજલી અર્પશે.

(3:39 pm IST)
  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST

  • મુંબઈ :લેન્ડ કરતી વેળાએ બેન્કોક-મુંબઈ ફ્લાઈટનું ટાયર ફાટ્યું :તમામ મુસાફરો સલામત access_time 9:42 pm IST

  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 2:34 am IST