Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અમરેલીમાં જાહેર આરોગ્ય સાથે ચેડાઃ ઠેબી ડેમમાં એકસ્પાયરી ડેટની દવાનો જથ્થો ઠાલવાયો

અમરેલીઃ અત્રેના ઠેબી ડેમમાં કોઇ હોસ્પિટલના સંચાલકોએ એકસ્પાયરી ડેટની દવાનો જથ્થો ઠાલવી ગયુ હોઇ જાહેર આરોગ્ય જોખમમાં મુકાયુ છે. આ દવાનો જથ્થો પાણીમાં ભળી જવાથી લોકોના આરોગ્યને ગંભીર અસર પહોંચવાની ભીતિ સર્જાઇ છે. ડેમમાં ઠાલવેલો દવાનો જથ્થો નાના બાળકોને અપાતી દવા હોવાનું તેના (કન્ટેઇન) (તત્વ) ઉપરથી જણાઇ આવે છે અને આ દવા નાના બાળકોને અપાતી હોઇ કોઇ બાળકોની હોસ્પિટલના સંચાલકોએ ડેમમાં દવાનો જથ્થો ઠાલવી જાહેર આરોગ્ય સાથે ચેડા કરવા સમાન કૃત્ય કર્યાનુ ચર્ચાઇ રહ્યુ છે. આ બાબતે તંત્રવાહકો તાકીદે તપાસ હાથ ધરી જરૂરી પગલા લ્યે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(3:37 pm IST)
  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST