Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ધ્રોલ જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયમાં ત્રિવિધ કાર્યક્રમ

જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય-ધ્રોલના રંગમંચમાં ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. શાળાના સુપરવાઇઝર નર્મદાબેન વિરમગામએ સ્વાગત પ્રવચનની સાથે પરિણામની સમીક્ષા કરી. ઉત્કૃષ્ણ પરિણામ લાવનાર, સાંસ્કૃતિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, ઇતરપ્રવૃત્તિ વગેરેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી બી.એચ. ઘોડાસરા, જેરામભાઇ વાંસજાળિયા, ટ્રસ્ટીઓ ગોવિંદભાઇ વૈશ્નાણી, ભગવાનજીભાઇ કાનાણી, રમેશભઇ રાણીપા, ધરમશીભાઇ બોડા, હિરપરા કન્યા વિદ્યાલયમાંથી જમનભાઇ તારપરા, પાર્વતીબેન અમીપરા, જી.ડી. કાનાણી, ધરમશી કાકા (સુરેન્દ્રનગર) સંચાલકશ્રી રૂગનાથભાઇ, નંદાસણા કારોબારી સદસ્યશ્રીઓ, સંતોકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો નર્મદાબેન, સુધાબેન, લીનાબેન, કુંદરબેન, સ્વાતિબેન, લીલાબેન, અલ્પાબેન તેમજ ડો. તારપરા પ્રવિણાબેન કે. જેમને પી.એચડીની ડીગ્રી પ્રાપ્ત કરેલ તેઓનું શાલ ઓઢાડી તથા મોમેન્ટો તથા મોમેન્ટો અર્પણ કરીને વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય વિજયાબેન એ. છત્રોલાએ પ્રસંગેને અનુરૂપ પ્રવચન આપ્યુ. શાળાના વાઇઝ મેનેજીંગ ટ્રસ્ટી જેરામભાઇ વાંસજાળિયા, પૂર્વ ડી.ઇ.ઓ. જી.ડી. કાનાણીએ પ્રવચન આપી નૃત્યનાટિકા-મારી લાડલી, ફેરવેલસોંગ, નાટક (વૃધ્ધાશ્રમ), પ્રાચીન ગરબો (લીમડા નીચે ઢોલિયો) (માર્ગદર્શન-જ્યોત્સબેન, પ્રવિણાબેન અને સ્વાતિબેન), અટલ ટીંકરીંગ લેબનો પરિચય અને પ્રેકિટસ (ત્રિવેદી લીનાબેનના માર્ગદર્શન) જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. પનારા રાજવીએ (ધો. ૧ર) વિદ્યાર્થી પ્રતિભાવ આપતા જણાવેલ કે ચાર વર્ષ દરમિયાન આ સંસ્થામાંથી ખુબ જ જાણવા અને શીખવા મળ્યું જે જીવનનું યાદગાર ભાથું બની રહેશે. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભગવાનજીભાઇ કાનાણીએ આભારવિધી કરી. ધો. ૧૦, ૧રની વિદ્યાર્થીનીઓના પ્રીલીના લખેલા પેપરો વાલીઓને બતાવવામાં આવ્યા. આ તકે વર્ષ દરમ્યાન થતા પ્રોજેકટોનું પ્રદર્શન છૈયા મીનાબેન અને નિમાવત પ્રફુલ્લાબેનના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું હતું. ડો. તારપરા પ્રવિણાબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ દ્વારા આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. આવતા વર્ષના સન્માન સમારંભ માટે જેરામભાઇ વાંસજાળિયા ગોવિંદભાઇ વૈશ્નાણી, રમેશભાઇ રાણીપા, ધરમશી કાકા (સુરેન્દ્રનગર) તરફથી રૂપિયા એક લાખ જાહેરાત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ત્રિવેદી લીનાબેને કર્યુ.

(12:47 pm IST)
  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST

  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST