Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જામનગરના વિજરખીમાં ઝેરી દવા પી લેતા જીતેન્દ્ર પરમારનું મોત

જામનગર તા. ૧૩ : રાજકોટ પોલીસ મથકના પી.એન.પરમારે પંચ એ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, વિજરખી ગામે ડેમ પાસે આ કામે મરણ જનાર જીતેન્દ્ર દયાળજીભાઈ પરમાર ઉ.વ. ૩૦ રહે. મહાપ્રભુજીની બેઠક વાળાએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજેલ છે.

સગીરાનું અપહરણ

સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે વિષ્ણુ ચેનાજી ચૌહાણ રહે. બનાસકાંઠાવાળો ફરીયાદીની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયેલ છે.

રણજીતનગરમાં થેલીમાંથી મહિલાના પર્સની ચોરી

અહીં રોયલપાર્કમાં રહેતી કુવરબેન સુરેશભાઈ ચાવડા ઉ.વ. ર૯ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, રણજીતનગરમાંથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણી સ્ત્રીએ ફરીયાદીની થેલીમાં બન્ને બાજુએ છેકા મારી થેલીમાં રાખેલ પર્સ જેમાં રૂ. ૯૭૩૦ ની રોકડ હતી તે પાકીટની ચોરી કરી લઈ ગયેલ છે.

જામજોધપુરના મીની બસ સ્ટેન્ડ પાસેથી મોટર સાયકલ ચોરાયુ

જામજોધપુરમાં પાળેશ્વર નેસમાં રહેતા રાકેશ ભુપતભાઈ કરોતરાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, મીની બસ સ્ટેન્ડ પાસે ફરીયાદીએ પોતાનું મોટર સાયકલ જેનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે.

સાધના કોલોનીમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

અહીં સાધના કોલોની સીટી બસ સ્ટેન્ડ પાસે આ કામેના આરોપીઓ રતન આરમુગમ મોદલીયાર, હિતેશ સોમાભાઈ ચાવડા, અવિનાશ ઘનશ્યામ ખાનીયા, નઝીરહુશેન અબ્દુલભાઈ જોખીયાને પોલીસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧૦ર૩૦ સાથે ઝડપી પાડયા હતા.(૨૧.૨૦)

(12:42 pm IST)
  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST

  • મહિસાગરમાં જિલ્લામાં અનેક ખેડૂતો સાથે ૧૫ કરોડની છેતરપીંડી કરનાર કંપનીના સીઈઓ અને એમડીની પોલીસે ધરપકડ કરી access_time 3:42 pm IST

  • મેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST