Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જેતપુરમાં દારૂ-બિયરનો જથ્થો પકડાયો

બોલેરો સહિત ૪.૫૦ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો પકડાયાઃ પીઆઇ એમ.એન.રાણા તથા ટીમનો દરોડો

તસ્વીરમાં દારૂનો જથ્થો તથા જેતપુર પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા, જેતપુર)

જેતપુર તા. ૧૩ : જેતપુરમાં દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બોલેરો સહિત કુલ ૪.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જિલ્લામાં દારૂ - જુગારની બદ્દી નાબુદ કરવાની રૂરલ એસ.પી. અંતરીપ સુદની સુચના અન્વયે જેતપુર પો. સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.રાણાઙ્ગ તથા ધીરુભાઈ ડાગર, સંજયભાઈ પરમાર તથા અનિલભાઈ ઞુજરાતી નારણભાઈ પંપાણીયા,ઙ્ગ ધમભા જેઠવા, ચેતનભાઇ ઠાકોર, ભાવેશભાઇ ચાવડા, લખુભા રાઠોડ તથા દિવ્યેશભાઈ સુવાઙ્ગવિગેરે સ્ટાફનાં માણસોઙ્ગપેટ્રોલીંગમાં હતા, દરમ્યાન નારણભાઈ પંપાણીયાને બાતમી રાહે મળેલ ચોકકસ હકીકત આઘારે જેતપુર જુનાગઢ રોડ શાંતિ નગરમાંઙ્ગ રહેતો પપ્પુ મહારાજ પોતાના રહેણાક મકાન મા ઇગ્લીશ દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી સદરહુ જગ્યાએ રેઇડ કરતા ૨ ઇસમો બોલેરો ગાડી સાથે મળી આવતા જેમાં નં ૧ પપ્પુભાઈ બાબુભાઈ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર રહે. (બન્ને જેતપુર શાંતિનગર વાળા)ને સાથે રાખી ઘરની ઝડપી તપાસ કરતા રૂમના કબાટ માંથી જુદા જુદા બ્રાન્ડની ઈગ્લીશ દારુ ની બોટલ નંગ-૫૯ઙ્ગ તથાઙ્ગબીયર નંગ ૧૧ મળીઙ્ગ કિ.રૂ. ૫૦,૩૦૦ તથા બોલેરો ગાડી નં. જીજે-૧૮-બીઇ-૨૮૪૯ની કી.રૂ.૪,૦૦,૦૦૦ની મળી કુલ મુદ્દામાલ રુપિયા ૪,૫૦,૩૦૦ ના સાથેઙ્ગ પકડી પાડી બન્ને વિરૂદ્ઘઙ્ગ પ્રોહી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરાવેલ છે.(૨૧.૧૯)

(12:42 pm IST)
  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 2:34 am IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • ‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST