Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

વિંછીયાની કોળી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર પતિ અને સાસુ સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૩ : વિંછીયામાં કોળી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર પતિ અને સાસુ સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયામાં રહેતી ઉષાબેન વિજયભાઇ બાવળીયા નામની પરિણીતાએ ગત તા. ૧૧ના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક કોળી પરિણીતાના પિતા રવજી કલજીભાઇ કોળી (રહે. નાની પાળીયાદ)એ વિંછીયા પોલીસમાં પતિ વિજય દેવજી બાવળીયા તથા સાસુ ગૌરીબેન સામે ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની પુત્રી ઉષાને તેના પતિ વિજયએ તમારે બહુ મોટુ કુટુંબ છે પીયરે જવા નહિ દઉં તેમ કહી ત્રાસ આપ્યાની તેમજ સાસુએ ઘર કામ માટે ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરી હતી.

આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે પતિ અને સાસુ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)