Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અમરેલીમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવઃ પપ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાયા

અમરેલી : શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દસમાં સમુહલગ્નનું  આયોજન પટેલ સમાજના પ્રમુખ, દાતા તથા અગ્રણી ઉદ્યોગપતિશ્રી ડી. કે. રૈયાણીની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેનું દિપ પ્રાગટય કિશોરભાઇ કિકાણી, મુકેશભાઇ સાવલીયા, મનુભાઇ કાકડીયા દ્વારા તથા અધ્યક્ષ સ્થાને અગ્રણી બિલ્ડર ચતુરભાઇ ચોડવડીયા,  નીરવભાઇ ખૂંટ અને શ્રી ભીતવલ્લભદાસ સ્વામી મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમના આરંભે શબ્દોથી સૌનું સ્વાગત પ્રમુખશ્રી ડી. કે. રૈયાણી દ્વારા તથા સંસ્થાનો પરિચય કન્વીનર એન. કે. સાવલિયા દ્વારા આપવામાં આવ્યો હતો. સમુહ લગ્નોત્સમાં તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે અગ્રણી ઉદ્યોગપતિ દાતાશ્રીઓ ધીરૂભાઇ અકબરી, પ્રતાપભાઇ વાસાણી, દિનેશભાઇ બાંભસેલીયા, કાળુભાઇ ભંડેરી, વસંતભાઇ મોવલીયા, રમેશભાઇ કાથરોટીયા, કેયુરભાઇ રૈયાણી, પ્રેમજીભાઇ ડોબરીયા, કાળુભાઇ તારપરા, દયાળભાઇ સંઘાણી, ચતુરભાઇ ખૂંટ, એ. બી. કોઠીયા, ડો. શિરોયા, કાંતીભાઇ વઘાસીયા, લાલજીભાઇ દેસાઇ, મનુભાઇ દેસાઇ, બટુકભાઇ ગજેરા, બેચરભાઇ પોકળ, મયુરભાઇ સાવલિયા, ડો. મિલન રૈયાણી, એ. બી. કોઠીયા, શરદભાઇ ધાનાણી, સુરતના ઉદ્યોગપતિશ્રી વિજયભાઇ ગોંડલીયા સહિતના તમામ દાતાઓને શિલ્ડ આપી સન્માનીત કર્યા હતાં. આ તકે તમામ રાજસ્વીરત્નોની નોંધ લઇ શુભેચ્છા પાઠવી હતી. પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી તથા માર્કેટ યાર્ડના ચેરમેન પી. પી. સોજીત્રાએ ખાસ ઉપસ્થિત રહીને સફળ આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. લેઉવા પટેલ સમાજમાં સંગઠનની ઉતમ કામગીરી બદલ પ્રમુખશ્રી ડી. કે. રૈયાણી તથા જિલ્લાના ઔદ્યોગિક રત્ન તરીકે સુરતના યુવા ઉદ્યોગપતિ વિજયભાઇ ગોંડલીયાનું ડાયનેમિક ગ્રુપના પ્રમુખશ્રી હરેશ  બાવીસી દ્વારા સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પ્રાસંગીક ઉદબોધન મુખ્યવકતા ભીતવલ્લભદાસ સ્વામીજી, પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, ઉદ્યોગપતિ મનુભાઇ કાકડીયાએ કર્યુ હતું. સમગ્ર સમારોહને સફળ બનાવવા પ્રમુખશ્રી ડી. કે. રૈયાણી, ઉપપ્રમુખ કાળુભાઇ ભંડેરી, અરજણભાઇ કોરાટ, કાળુભાઇ સુહાગીયા પદાધિકારીશ્રી સંજય રામાણી, ભીખુભાઇ કાબરીયા, સુરેશ દેસાઇ, જયંતિભાઇ ડાબરીયા, પંજક ધાનાણી, કાળુભાઇ રૈયાણી, ભરત પાનસુરીયા, દિનેશ ડાબરીયા, રમેશ બાબરીયા, દડુભાઇ ભુવા, ધીરૂભાઇ અકબરી, નંદલાલભાઇ ભડકણ, નિલેષ દેસાઇ, બટુકભાઇ ગજેરા, દિનેશભાઇ બાંભરોલીયા, ચતુરભાઇ ખુંટ, એ. સી. કોડીયા, રાજૂભાઇ ફીણવીયા, અનીલભાઇ ગુંદરણીયા, ઉમેશ ડોબરીયા, સી. પી. ગોંડલીયા, મુકેશ શીરોયા, રિધોશ  જાકરાણી તથા તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આભાર વિધી સંજયભાઇ રામાણી સંચાલન હરેશ બાવીશીએ કર્યુ હતું. (તસ્વીર - અહેવાલ : અરવિંદભાઇ નિર્મળ - અમરેલી)

(11:35 am IST)