Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ગોંડલ એમ.બી. કોલેજમાં અર્થશાસ્ત્ર મંડળની વાર્ષિક પરિષદ યોજાઇ

ગોંડલ તા. ૧૩ : ગુજરાત રાજય અર્થશા સ્ત્ર આ મંડળની ૪૮મી વાર્ષિક પરિષદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ઐતિહાસિક મહાવિદ્યાલય, મહારાજાશ્રી ભગવતસિંહજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ ના નેજા હેઠળ ત્રણ દિવસ માટે યોજાવા પામી હતી. આ તકે ધારાસભ્યો ગીતાબા જાડેજા મંગલાચરણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ પાલિકાના પ્રમુખ મનીષાબેન સાવલિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. સમારંભના પ્રારંભમાં વાર્ષિક પરિષદના અધ્યક્ષ તરીકે મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ તેમજ રાજયસભાના ભૂતપૂર્વ સાંસદ ડો.ભારતીબેન એસોસિયેશને અધ્યક્ષ રહી ચુકેલા ઓલ ઇન્ડિયા ઇકોનોમિકસ ના મહામંત્રી અનિલકુમાર ઠાકોર ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના સેક્રેટરી મોહનભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા. ડોકટર મંગેકર દ્વારા આર્થિક અસમાનતાને કેન્દ્રમાં રાખીને ભારતમાં પ્રવર્તમાન આર્થિક પ્રશ્નોની સ્પષ્ટ રજૂઆત કરાઈ હતી. ડોકટર રોહિતભાઈ શુકલાએ પ્રતિભાવો આપ્યા હતા.

રજૂ થયેલા સંશોધન પત્રો પૈકી એક-એક અશેષ સંશોધન પત્ર અને અલકનંદા બહેન પટેલ જેઓ ભારતના વરિષ્ઠ અર્થશાસ્ત્રી પટેલના પત્ની છે અને કદાચ ગુપ્તાના પુત્રી છે તેઓએ રૂપિયા ૨૦૦૦ પ્રતિ વર્ષ પારિતોષિક યોજના ખુલ્લી મૂકી છે. અધ્યક્ષો ના ઉદબોધન બાદ રાષ્ટ્રના એક વખતના મહાન અર્થશા સ્ત્રી પ્રોફેસર ડો બી આર સીનોયની સ્મૃતિમાં વ્યાખ્યાન યોજાયું હતું. અધિવેશનના મુખ્ય વિષય માઇક્રો ઇકોનોમિક ડિમોનેટાઇઝેશન અને રિસેંટ ટ્રેન્ડ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ઇન ગુજરાત વિશે વકતવ્ય યોજાયા હતા. આ રીતે અર્થશાસ્ત્ર મંડળને ત્રણ દિવસની વાર્ષિક પરિષદ યોજાઈ હતી. કાર્યક્રમનો સ્વાગત પ્રવચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તથા એમબી કોલેજના આચાર્ય ડો. સહદેવસિહ ઝાલાએ કર્યું હતું.

(11:29 am IST)
  • મહિસાગરમાં જિલ્લામાં અનેક ખેડૂતો સાથે ૧૫ કરોડની છેતરપીંડી કરનાર કંપનીના સીઈઓ અને એમડીની પોલીસે ધરપકડ કરી access_time 3:42 pm IST

  • રીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST