Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

કુંકાવાવમાં રેશનીંગ કાર્ડમાં ફીંગર પ્રિન્ટની સમસ્યાથી રેશનકાર્ડ ઘારકો હેરાન

  કુંકાવાવ તા.૧૩, રેશન કાર્ડ ધારકોને દર મહિને કોઇને કોઇ તકલીફ પડતી હોય આવા સંજોગોમાં કુંકાવાવથી વડીયા કચેરી ખાતે ધકકાખાવા પડે છે. કુંકાવાવ વડીયા તાલુકાના ૪૫ ગામ છે. જેમા ૨૨ ગામ કુંકાવાવ  વડીયા તાલુકાના નીચે આવતા હોય તો આમ આદમીના એક સાધારણ સવાલનું નિરાકરણ પણ વડીયા મુકામે મળે છે જેના હિસાબે અપ - ડાઉનના રૂ.૫૦ તેમજ દિવસના સમયનો વ્યથ થઇ રહયોછે. તો ઘણા લોકોને બે - ત્રણ ધકકા પણ વડીયાની કચેરી ખાતે ખાવા રહે છે

તંત્ર દ્વારા કુંકાવાવ નાયબ મામલતદાર કચેરી ખાતે  કાયમી ધોરણે ઓફિસ ખોલવામાં આવે તેવી લોકમાંગ છે.  ગામોને સુવિધા મળે તેવા પ્રયાસો ઉચ્ચ  કક્ષાથી કરવા સ્ટાફની પણ  નિમણુક થાય તેમ લોકો જણાવી  રહયા છે.

 જો કે અહિ કાયમી મામલતદાર કચેરીની ખાસ જરૂર છે.  પરંતુ તંત્રની નિરસતાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. 

 ઘણા લોકોને રેશનીંગ કાર્ડમા મળતા અનાજના જથ્થામાં પણ વિસંગતતા જોવા મળે   છે. એક- બે મહિના કેરોસીન સ્લીપમાં ન આવતુ હોવાની પણ બુમો ઉઠી રહી છે. જેનુ નિરાકરણ પણ વડીયા મુકામે જ થઇ રહયું છે. તો લોકોના મનમાં નવો પ્રશ્ન થાય કે તાલુકા લેવલના ગામને તાલુકા લેવલની સરકારી ઓફિસો શામાટે નહિ આપવામાં આવતી હોય?? તાલુકા પંચાયત સિવાયની કોઇ મોટી ઓફિસ આવેલ જ નથી જે લોકો આશ્ચર્ય છે.

 સસ્તાઅનાજની તેમજ મધ્યાહાન ભોજનમાં પણ આક્ષેપો લાગી રહે છે.  તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે  તેમ લોકો જણાવી રહે છે.  તંત્રની ચુપકી નવા સવાલો  ઉત્પન્ન કરી રહી છે.

(11:29 am IST)