Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ઉના તાલુકાના નાલીયા માંડવીમાં પરિણિતાની લાજ લૂંટવાનો પ્રયાસ

ઉના, તા. ૧૩ : તાલુકાના નાલીયા માંડવી ગામે પરણિતા ઘરે એકલી હતી  રસોઇ કરવા પ્રાઇમસ પેટાવતા હતાં ત્યારે નાલીયા માંડવી ગામનો મુસા ઉસ્માન પઠાણ ઘરમાં ઘુસી જઇ ગેર કાયદેસર પ્રવેશ કરી દુષ્કર્મ કરવાની કોશિષ કરતા રાડા રાડી કરતા શખ્સ નાસી ગયો હતો.

મહિલાને હાથ-પગમાં ઇજા પહોંચી હતી તેમને દવાખાને સારવાર માટે ખસેડેલ હતા. ઉના પોલીસમાં આરોપી વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૭૬ની કમલ લગાડી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણિતાને કાઢી મૂકી

ભીમપરા વિસ્તારમાં રહેતી માયાબેન અજયભાઇ મકવાણાને તેમના પતિ અજય નાથા, સસરા નાથા નારકા, જેઠ જગદીશ નાથા, સાસુ મંજુબેન નાથા, નણંદ હિનાબેન નાથા રે. ઉના વાળા જે છેલ્લા ઘણા મહિનાઓ શારીરીક માનસિક ત્રાસ આપી પહેરેલ કપડા સાથે કાઢી મૂકી છે.

ગાળો આપી ઢીકાપાટુનો માર મારી પાછી આવી છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપ્યાની ફરીયાદ ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:25 am IST)
  • આઈટીના તપાસમાં ધડાકા? : બિટકોઈનમાં મોટાભાગનું રોકાણ બે નંબરી જ છે... : સુરત : બિટકોઈન રોકાણકારોના મોટાભાગના રૂપિયા બે નંબરી હોવાનું આવકવેરાની તપાસમાં ખુલ્યુ : નાણા રોકાણકારો પાસેથી ૩૦ ટકા દંડ વસૂલાશે : ૧૦૦ લોકોના એકાદ કરોડ ડૂબ્યા access_time 4:17 pm IST

  • મહિસાગરમાં જિલ્લામાં અનેક ખેડૂતો સાથે ૧૫ કરોડની છેતરપીંડી કરનાર કંપનીના સીઈઓ અને એમડીની પોલીસે ધરપકડ કરી access_time 3:42 pm IST

  • ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આગળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST