Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ઉનાના નાળીયેરીમોલી ગામના આચાર્યને લાંચ કેસમાં ૩ વર્ષ છ માસની સજા

ઉના તા. ૧૩ : ઉનાના નાળીયેરીમોલી ગામની માધ્યમિક શાળાના આચાર્યને લાંચ કેસમાં કોર્ટે સજા કરી હતી.

ઊના તાલુકાનાં નાળીયેરી મોલી ગામની માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષણ સહાયકશ્રીએ પોતાની શિક્ષણ સહાયકની નોકરીના પાંચ વર્ષ પુરા થતા હોવાથી મદદનીશ શિક્ષક(કાયમી) થવા માટે હક્કદાર થઇ જતા, પગાર ફીકશેશન કરવાની અરજી શાળાના આચાર્યશ્રીને આપેલી તે ફાઈલ તૈયાર કરી જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢને મોકલવાની હોય તે બાબતે આચાર્યશ્રીને પોતે રજુઆત વિનંતી કરતાં આચાર્યશ્રી એન.બી.સોલંકીએ ફાઈલ જલદી મોકલવા તથા સી.આર. સારા લખવા માટે પોતાની પાસેરૂ. દસ હજાર લાંચ માંગણી કરી આપી જવા વાયદો કરેલ વગેરે બાબતે ફરિયાદ હકીકીત જાહેર કરેલ.

ઉપરોકત ફરિયાદનાં આધારે પો.ઈન્સ્પેકટર એ.સી.બી. ફીલ્ડ જુનાગઢનાઓએ તા. ૨૧ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ વડલી ચોક ઉના ખાતે લાંચનું છટકુ ગોઠવી આયોજન કરતા છટકા દરમ્યાન એન.બી.સોલંકીનાઓએ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. ૧૦,૦૦૦ની માંગણી કરી, સ્વિકારતા ઝડપાઇ જતા આરોપી વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની જોગવાઇ હેઠળ જૂનાગઢ એ.સી.બી. પો.સ્ટે ખાતે ગુન્હો નોંધવામા આવેલ હતી.

આરોપી વિરૂધ્ધ પુરતા પુરવા પડતા ચાર્જસીટ ભરી સેસન્સ કોર્ટ જૂનાગઢની કોર્ટમાં મોકલતા સ્પે કેસ દાખલ થયેલ જે એડી. સેશન્સ જજશ્રી ઊનાની કોર્ટ આરોપીને ક્રિમિનલ પ્રસીઝર કોડની કલમ ૨૩૫(૨) મુજબ ત્રણ વર્ષ છ માસની કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ નો હુકમ કરવામાં આવેલ છે. તેમ મદદનીશ નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજય અમદાવાદની યાદીમાં જણાવાયુ છે.

(11:25 am IST)