Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

શિવરાજગઢમાં દલિત પરિવારોને સાથણી જમીન તાકીદે આપવા માંગઃ આત્મવિલોપનની ચિમકી

ગોંડલ તા. ૧૩ : શિવરાજગઢ ગામે રહેતા દલિત પરિવારો દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી સાથણી ની જમીન આપવા અનેકોવાર માંગ કરવામાં આવી છે તેમજ બે યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી એક પણ દલિત પરિવારને સાથણીની જમીન મળવા પામી ના હોય તાકીદે જમીન આપવા સાંથણી કરી આપવા માંગ ઉઠવા પામી છે. અન્યથા ગામના બે દલિત યુવાનો દ્વારા પરિવાર સાથે ગ્રામ પંચાયત અથવા રાજકોટ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ખાતે આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં શિવરાજગઢ ગામે રહેતા મહેન્દ્રભાઈ વાલજીભાઈ સરવૈયા તેમજ રાજેશભાઈ ગોવિંદ મકવાણા દ્વારા પ્રાંત અધિકારી કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ પત્ર લખી માંગ કરવામાં આવી છે કે શિવરાજગઢમાં દલિત પરિવારોને છેલ્લા ૨૫ વર્ષથી સાંથણીની જમીન આપવામાં આવી નથી આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી જો આગામી તા ૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં સરવેનંબર ૭૧૩ ૫૪૮ ૫૪૯ તેમજ ૫૫૦માંથી દબાણ દૂર કરવામાં નહી આવે તો પરિવાર સાથે આત્મવિલોપન કરવામાં આવશે. અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રાંત અધિકારી, મામલતદાર અને ગોડલ ધારાસભ્યની રહેશે તેવુ જણાવાયું છે.

(11:25 am IST)