Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અલંગ શીપ બ્રેક યાર્ડનો આજે ૩પમો જન્મદિન

ભાવનગર તા. ૧૩ :.. અનેક પ્રકારની  વિટમ્બણાઓ અને કઠણાથીઓનો સામનો કરી અડીખમ ઉભેલો અલગ શીપ બ્રેકીંગ યાર્ડ આજે તેનો ૩પ મો જન્મ દિવસ ઉજવીને ૩૬ માં વર્ષમાં પ્રવેશી રહ્યોછે. વર્ષ દરમ્યાન સરેરાશ  ૩૦૦ જેટલા જહાજો ભાંગીને ભારતની સ્ટીલ રોલીંગ મીલો સહિત અનેક પ્રકારના ઉદ્યોગોને લાખો ટન કાચો માલ પુરો પાડી પ૪૦૦૦ જેટલા લોકોને સીધી અને આડ કતરી રીતે રોજી-રોટી સાધનારો આ ઉદ્યોગ ગુજરાતના અર્થકરણની જીવાદોરી સમાન છે. રાજય તેમજ કેન્દ્રને વરસે દહાડે ૧પ૩ કરોડ જેવી  રેવન્યુ જનરેટ કરાવે છે. તેમ છતાં આ ઉદ્યોગ પ્રત્યે રાજય અને કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓ ઉદાસીનતા ભરી રહી છે. કોઇપણ અકસ્માત સર્જાય તો મહીનો મહીનો પ્લોટ બંધ રખાવી દેવામાં આવે છે અલંગના વિકાસ માટે તેમાં કામ કરતા લોકોના કલ્યાણ કારી કામો, તેઓને માટે વિજળી, રસ્તા, પાણી અમે સફાઇ સેવા પુરી પાડવા માટે અલગ નોટીફાઇડ એરીયા ઓથોરેટી વર્ક કરે છે. પરંતુ પાછલા ૩૦ વર્ષમાં આ સત્તા મંડળે કોઇ મહત્વની ભૂમિકા ભજવી નથી આ સભા મંડળનાં કોઇ અધિકારીઓ અલગની કે અલગમાં કામ કરતા મજૂરોની સવલતો માટે કોઇ ખેવના દર્શાવતા જોવા મળ્યા નથી.

(11:24 am IST)