Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

મગફળી ખરીદી અંગે તપાસની માંગણી

માણાવદર તા. ૧૩ :.. સેવા સહકારી મંડળીના પ્રમુખ દેવજીભાઇ ઝાટકીયાએ એક પત્ર સહકાર મંત્રીને લખી જણાવ્યું છે કે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા સહકારી સંસ્થાઓ જેમાં જીલ્લા સેવા સહકારી મંડળી સહિત ૪ મંડળીઓને જવાબદારી સોંપાઇ  તેની કામગીરી અંગે પ્રશન છે કે કાર્યક્ષેત્ર અંગેની ત્થા રજીસ્ટ્રારે કોઇ પણ પ્રકારની ખરાઇ સિવાય તેની નોંધણી કરી કામ કરતી કરી દીધી છે.

આમાં સક્ષમ હોદેદારો છે કે કેમ? આ મંડળીઓની ખરાઇ કરવા માંગ કરી છે. મગફળી ખરીદી થઇ તેમાં આડેધડ લીધી ત્થા ખેડૂતોના નામ લીસ્ટ છે છતાં તેની મગફળી લેવાય નથી તેવા આક્ષેપો જણાવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(11:24 am IST)