Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ગોંડલમાં દારૂ - વરલીની બદ્દીનું વધતું જતું દૂષણ

ગોંડલ તા. ૧૩ : ગોંડલ શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી ને બેહાલ થઈ જવા પામીછે. શહેર નાં મુખ્ય વિસ્તારમાં ઈંગ્લીશ-દેશી દારૂ વરલી મટકા નાંઙ્ગ હાટડા ખુલવા લાગ્યા છે. આવા દુષણોનાં વરવા દ્રષ્યો આમ જનતા રોજ નિહાળી રહી છે.એમાં પણ દુઃખ ની બાબત એ છે કે બુટલેગરો અને વરલી મટકા રમાંડનારા ઈસમો સાથે જુગલબંધી હોઈ બીજી તરફ વરલી મટકા, ઇંગ્લિશ દેશી દારૂ પીવા અને રમવા વાળાઓ ની પડાપડી થતી હોય આવા વરવા દ્રશ્યોને ને જોઈ પ્રબુદ્ઘ નાગરિકો ડર ની લાગણી અનુભવી રહ્યા છે. આવા દુષણો સામે અવારનવાર લોક દરબારમાં રાજકોટ રૂરલ એસ.પી.ની હાજરીમાં ગોંડલ શહેર નાં પ્રબુદ્ઘ નાગરિક અને સ્થાનિક રાજકીય નેતાઓ અને આગેવાનો દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે.

આ અંગે આમ જનતા કહી રહી છે કે કોઇ જ પ્રકારનું દુષણ ઝડપાતું નથી. જાણે સબ સલામત હોઈ તેવા ઘાટ સર્જાઈ છે.તો બીજી તરફ શહેરના પ્રબુદ્ઘ નાગરિક આક્ષેપો કરી રહી છે કે છેલ્લા ઘણા સમયઙ્ગ થી એકાજ જગ્યા એ ફરજ બજાવતા પોલીસને કાતો તાલુકા માં ને સિટી માં બદલીઓ કરવામાં આવે છે. જેથી કરી આવા દુષણો નેશનાબૂત થવાના બદલે વધુ ને વધુ પ્રોત્સાહન મળે છે. આ અંગે ગૃહ વિભાગ દ્વારા જિલ્લા ફેર બદલી કરવામાં આવે તો ગોંડલ શહેર માંથી દારૂ જુગાર જેવી ફૂલી ફાલી બંદી નેસ્તનાબૂદ તોજ થશે. ગૃહ વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણેથી કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

(11:24 am IST)
  • ‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST

  • રીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST

  • હવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 2:34 am IST