Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ગુંદાળા પાસે બાઇકમાં પંચર પડતા શિક્ષક દંપતિને ઇજા

ધોરાજી તા.૧૩ : નાની પરબડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા કલ્પનાબેન શૈલેષભાઇ ખંભાવતા (ઉ.વ.૪૦) અને તેના પતિ શૈલેષભાઇ પ્રવિણભાઇ ખંભાવતા (ઉ.વ.૪૧) તેની પુત્રી નિરજા (ઉ.વ.૭) જેતપુરથી ધોરાજી આવતા હતા અને ગુંદાળા ગામ પાસે બાઇકમાં એકાએક પંચર પડતા કાબુ ગુમાવતા ત્રણેય ફંગોળાયા અને ડિવાઇડર સાથે અથડાતા ત્રણેયને ઇજા થતા ૧૦૮ને જાણ કરેલ અને સમયસર ન આવતા અંતે ધોરાજીના સેવાભાવી યુવાનો ખોડલધામના દર્શને પરત આવતા તેઓએ પાનેલીની એબલુસર રોકી ત્રણેયને સારવાર માટે ધોરાજીની સરકારી દવાખાને લવાયા હતા અને ઇજા પામનાર શૈલેષભાઇ ધોરાજીની આદર્શ સ્કુલમાં અંગ્રેજી વિભાગમાં શિક્ષત તરીકે નોકરી કરે છે. સ્કુલના ટ્રસ્ટી કાર્તીકેયભાઇ પારેખને જાણ કરતા તેઓ અને સ્ટાફબંધુ હોસ્પિટલ ખાતે દોડી આવેલ ધોરાજીમાં યોજાનારી ચૂંટણીને લઇને મીટીંગમાં આવતા હતા અને ઘેર કોઇ ન હોવાથી નાની પુત્રીને સાથે લીધી હતી અને તેને પણ ઇજાઓ થયેલ હતી અને ત્રણેને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયેલ હતા.

(11:23 am IST)
  • ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST

  • મોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે access_time 12:36 pm IST

  • યુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST